Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ડીસાના બાઈવાડા તળાવમાં યુવકનું ડૂબતા મોત…

ડીસા તાલુકા ના બાઇવાડામાં તળાવમાં પગ લપસી જતા યુવકનું મોત,,,

બનાસકાંઠા જિલ્લામાં મધરાતથી મેઘરાજાએ એન્ટ્રી કરતાં વરસાદી માહોલ જામ્યો હતો જેના કારણે ગ્રામિણ વિસ્તારમાં તળાવો ઓવરફ્લો થવા પામ્યા છે ત્યારે લોકોને સાવચેત રહેવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે છતાં આજે ડીસા તાલુકાના બાઈવાડા ગામે ભરાયેલ વરસાદી પાણી નિહાળવા જતાં એક યુવકનો તળાવમાં પગ લપસી જતાં તળાવમાં યુવક ડૂબ્યો હતો અને મોત નિપજ્યું હતું જેની ઘટનાનાં પગલે ગામના સરપંચ સહિત ગ્રામજનો મોટીસંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતક રમેશ ઠાકોરની લાશ ને બહાર કાઢી પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ત્યારે બાઈવાડા ગામનાં સરપંચ કરસનભાઈ દેસાઈ દ્વારા ભારે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું યુવકનાં મોતનાં પગલે તાલુકા વિકાસ અધિકારી સહીત તલાટી કમમંત્રી પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી.

અહેવાલ : રાજુ સી પુનડીયા, ડીસા બનાસકાંઠા સવેરા ગુજરાત

Related posts

રાજભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ સંપન્ન…

saveragujarat

ગાંધીનગર RTOમાં આર્મીના નામે ૧૦૦૦થી વધુ બોગસ લાયસન્સ ઈશ્યૂ કર્યા

saveragujarat

ગુજરાતમાં આગામી ૫ દિવસ અતિભારે વરસાદ રહેશે! અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના

saveragujarat

Leave a Comment