Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગાંધીનગર RTOમાં આર્મીના નામે ૧૦૦૦થી વધુ બોગસ લાયસન્સ ઈશ્યૂ કર્યા

સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૧૭
જમ્મુ-કાશ્મીર આતંકવાદીઓના સોફ્ટ ટાર્ગેટ પર રહ્યું છે ત્યારે ત્યાંના એક હજારથી પણ વધુ રહીશોના આર્મી જવાનના નામે બોગસ ડ્રાઇવિંગ લાઈસન્સ બની જતાં સુરક્ષા એજન્સીઓ ચિંતામાં મુકાઇ ગઇ છે. પ્રતિબંધિત વિસ્તારમાં આરામથી જઇ શકે અને ખુફિયા માહિતી એકત્રિત કરી શકે તે હેતુસર જમ્મુ-કાશ્મીરના રહીશોએ બોગસ લાઈસન્સ બનાવી દીધું હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કરતાં ગાંધીનગર આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતા બે શખ્સોની ધરપકડ કરી લીધી છે. બંને એજન્ટોએ બોગસ ડોક્યુમેન્ટના આધારે ગાંધીનગર આરટીઓનાં ડ્રાઇવિંગ લાઈસન્સ ઇશ્યૂ કરાવી આપ્યાં.ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને તેમના સ્ટાફને ઇન્ટે?લિજન્સ સોર્સીસ દ્વારા ગુપ્ત બાતમી મળી હતી કે જમ્મુ-કાશ્મીરના રહીશો ગુનાઈત કાવતરાને અંજામ આપવા માટે આર્મી તેમજ સીઆરપીએફના નામે બોગસ ડ્રાઇવિંગ લાઈસન્સ અને ખોટા ડોક્યુમેન્ટ બનાવી રહ્યા છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ મળતાંની સાથે ક્રાઇમ બ્રાંચની ટીમ એક્ટિવ થઇ ગઇ હતી, જ્યા તેમને બાતમી મળી હતી કે ગાંધીનગર આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતા સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવત નામના બે યુવકો જમ્મુ-કાશ્મીરના કેટલાક શકમંદોને મદદ કરી તેમનાં બોગસ લાઈસન્સ બનાવી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચ પાસે સચોટ બાતમી હતી કે ચાંદખેડા ખાતે આવેલી એસએમસી હોસ્પિટલ નજીક બંને શખ્સો વાન લઇને ઊભા છે અને જે કોઇને ડ્રાઇવિંગ લાઈસન્સ આપવા માટે આવ્યા છે. ક્રાઇમ બ્રાંચની ટીમે બંને શખ્સોની અટકાયત કરી લીધી હતી, જેમની પાસેથી જમ્મુ-કાશ્મીરના શકમંદ લોકોનાં સંખ્યાબંધ ડ્રાઇવિંગ લાઈસન્સ તેમજ રબર સ્ટેમ્પ અને ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. દેશની સિક્યોરિટી સાથે ચેડાં થતાં હોવાનું સામે આવતાં ક્રાઇમ બ્રાંચ સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવતની ધરપકડ કરી તેમને વડી કચેરીએ લઇ આવી હતી, જ્યાં તેમની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં સામે આવ્યું હતું કે એક હજારથી વધુ જમ્મુ- કાશ્મીરના રહીશોને આર્મી અને સીઆરપીએફ, બીએસએફના જવાનો બનાવીને ડ્રાઇવિંગ લાઈસન્સ ઇશ્યૂ કરાવી દીધાં છે. સંતોષસિંહ ચૌહાણની વાનમાંથી બે લેપટોપ અને ડ્રાઇવિંગ લાઈસન્સ, ડોક્યુમેન્ટ તેમજ રબર સ્ટેમ્પ ભરેલા થેલા હતા. સંતોષસિંહ ઘણાં વર્ષોથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. વર્ષ ૨૦૧૯માં જેકલાઇન બટાલિયન ગાંધીનગર કેન્ટોન્મેન્ટ ખાતે આવી હતી, જ્યારે બટાલિયનના સાતથી આઠ જવાનોનાં ડ્રાઇવિંગ લાઈસન્સ તેમણે કઢાવી આપ્યાં હતાં. ત્યાર બાદ આર્મી, એરફોર્સ, બીએસએફ, સીઆરપીએફના જવાનોનાં ડ્રાઇવિંગ લાઈસન્સ બનાવવાનું કામ શરૂ કર્યું હતું.સમય જતાં સંતોષસિંહને સેનાના જવાનોનાં ડ્રાઇવિંગ લાઈસન્સ કઢાવવા માટે જરૂરી કેટલા ડોક્યુમેન્ટ જાેઇએ તેની જાણકારી મળી ગઇ હતી, જેની તેને ફાવટ આવી ગઇ હતી. જમ્મુ-કાશ્મીરના કેટલાક શકમંદ ઇસમોને સંતોષસિંહ સેનાનાં લાઈસન્સ કાઢી આપવાના એક્સપર્ટ છે અને ગાંધીનગર આરટીઓમાં ઉપર સુધી વગ હોવાની જાણકારી મળી હતી. શકમંદોને માહિતી મળતાંની સાથે જ સંતોષસિંહનો સંપર્ક કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના રહીશોનાં લાઈસન્સ બનાવી આપવાની વાત કરી હતી. શકમંદોએ સંતોષસિંહને એક લાઈસન્સદીઠ પાંચથી છ હજાર રૂપિયા આપવાની વાત કરી હતી. થોડા રૂપિયાની લાલચમાં આવીને સંતોષસિંહે લાઈસન્સ બનાવી દેવાની હા પાડી દીધી હતી.જમ્મુ-કાશ્મીરમાં રહેતા શકમંદો સંતોષસિંહના વોટ્‌સએપ પર આધારકાર્ડ, પાનકાર્ડ, ફોટો તેમજ સહીનો નમૂના મોકલી દેતા હતા, જેના આધારે તે લાઈસન્સ કઢાવી આપતો હતો. સંતોષસિંહના લેપટોપમાં સુરક્ષાદળોમાં ફરજ બજાવતા જવાનોનાં ડ્રાઇવિંગ લાઈસન્સ, સર્વિસ સટિર્ફિકેટ, ડિફેન્સ મોટર ડ્રાઇવિંગ લાઈસન્સ બુક તથા કન્ફર્મેશન લેટર તેમજ બનાવટી દસ્તાવેજાે હતા. આ સિવાય તેણે આર્મી સહિતનાં સુરક્ષાદળોના રબર સ્ટેમ્પ પણ બનાવી દીધા હતા. જમ્મુ-કાશ્મીરના રહીશોના ડોક્યુમેન્ટના આધારે સંતોષસિંહ સુરક્ષાદળોના અધિકારીઓની ખોટી સહીઅલાઈસન્સ માટે સંતોષસિંહ ગાંધીનગરના રહેણાક વિસ્તારનાં ખોટાં સરનામાં ફોર્મમાં દર્શાવતો હતો. જમ્મુ-કાશ્મીરના રહીશને ગાંધીનગર આરટીઓમાં લાઇવ ફોટો માટે હાજર રહેવું ના પડે અને ડોક્યુમેન્ટ વેરફિકેશન થાય નહીં તે માટે વચેટિયાને રામસિંહ ઠાકોર ૫૦૦ રૂપિયા ચૂકવતો હતો. રામસિંહ ઠાકોર રૂપિયાની લાલચમાં ડોક્યુમેન્ટનું વેરફિકેશન કરાવી દેતો હતો અને ઓનલાઇન અરજી કરવા માટે હિતેશ નામના વચેટિયાને પણ ૧૫૦ રૂપિયા આપતો હતો. સંતોષસિંહની જેમ જ ધવલ રાવત કામ કરતો હતો. જમ્મુ-કાશ્મીરમાં રહેતા નઝીર મીર, વીસમ કુરેશી સહિતના કેટલાક શકમંદ લોકોના કહેવાથી ત્યાંના રહીશોનાં આર્મી જવાન હોવાનાં ડ્રાઇવિંગ લાઈસન્સ ઇશ્યૂ કરાવી દેતો હતો. ક્રાઇમ બ્રાંચ સમક્ષ બંને લોકોએ કબૂલાત કરી છે કે એક હજારથી વધુ જમ્મુ-કાશ્મીરના રહીશોનાં આર્મી જવાન હોવાનાં ડ્રાઇવિંગ લાઈસન્સ ઇશ્યૂ કરાવી દીધાં છે.

Related posts

સાળંગપુર હનુમાનને ભક્તો સ્વહસ્તે લખેલી હનુમાન ચાલીસા અર્પણ કરી શકશે

saveragujarat

કાલથી બે માસ સુધી ચાલનારી આઇપીએલ મેચનો પ્રારંભ થશે : ક્રિકેટના રસિકો અને સટ્ટાખોરમાં મોજમાં

saveragujarat

IPS અધિકારીને બદનામ કરી કરોડો રૂપિયા પડાવવાનુ કાવતરુ રચાયુ

saveragujarat

Leave a Comment