Savera Gujarat
તાજા સમાચારભારત

કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં હવે જોવા મળી આ નવી સમસ્યા, ડૉક્ટર ની ચિંતામાં થયો વધારો…

કોરોના વાયરસ રોગચાળામાંથી સ્વસ્થ થયા પછી, પિત્તાશયમાં પાંચ લોકો ગેંગરીનથી પીડાય છે. જોકે, લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા તમામ પાંચ દર્દીઓના પિત્તાશયને દૂર કરવામાં આવ્યા છે. આ પાંચ દર્દીઓની જૂન અને ઓગસ્ટ વચ્ચે સર ગંગા રામ હોસ્પિટલમાં સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે.

હોસ્પિટલમાં લિવર, ગેસ્ટ્રોએન્ટરોલોજી અને પેનક્રીટીકોબિલરી સાયન્સના પ્રેસિડન્ટ ડો.અનિલ અરોરાએ જણાવ્યું હતું કે, અમે જૂન અને ઓગસ્ટની વચ્ચે આવા પાંચ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી હતી. કોવિડ -19 માંથી સાજા થયા પછી, આ દર્દીઓને પથરી વગર પિત્તાશયમાં તીવ્ર બળતરા થઈ હતી, જેને કારણે પિત્તાશયમાં ગેંગરીનની સમસ્યા સર્જાઈ હતી . આવા કિસ્સાઓમાં, તાત્કાલિક ઓપરેશન જરૂરી છે. તેમણે દાવો કર્યો હતો કે કોવિડ -19 ચેપમાંથી સાજા થયા બાદ પિત્તાશયમાં ગેંગરીનનો આ પહેલો કેસ છે. પાંચ દર્દીઓમાં 37 થી 75 વર્ષની વયના ચાર પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે.

ગેંગરીન એક એવો રોગ છે જેમાં શરીરના કેટલાક ભાગોમાં પેશીઓ નાશ થવા લાગે છે, જેના કારણે ઘા સતત ફેલાય છે. જે સતત આખા શરીરમાં ફેલાય છે. બધા દર્દીઓએ તાવ, પેટના ઉપરના જમણા ભાગમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ કરી હતી. તેમાંથી બેને ડાયાબિટીસ અને એકને હૃદયરોગ હતો. આ દર્દીઓએ કોવિડ -19 ની સારવારમાં સ્ટેરોઇડ્સ લીધા હતા. કોવિડ -19 ના રોગચાળાના લક્ષણો અને પિત્તાશયમાં ગેંગરીનના નિદાનના સમયગાળા વચ્ચે બે મહિનાનું અંતર હતું. પેટની અલ્ટ્રાસાઉન્ડ અને સીટી સ્કેન દ્વારા રોગની તપાસ કરવામાં આવી હતી. ડો.અરોરાએ જણાવ્યું હતું કે, તમામ દર્દીઓની લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં આવી હતી અને પિત્તાશયને દૂર કરવામાં આવ્યું હતું.

Related posts

અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ

saveragujarat

ડૉક્ટર કોઈ દવાની કંપનીની જાહેરાત નહીં કરી શકે

saveragujarat

કાલુપુર રેલવે સ્ટેશન પર સતત ચોરીના બનાવથી મુસાફરો ત્રસ્ત

saveragujarat

Leave a Comment