Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

કાલુપુર રેલવે સ્ટેશન પર સતત ચોરીના બનાવથી મુસાફરો ત્રસ્ત

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૪
રેલવે સ્ટેશન પેસેન્જર્સ માટે અસુરક્ષિત હોય તેમ કહેવું એકદમ યોગ્ય હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રોજબરોજ ચોરી તેમજ ચેઇન સ્નેચિંગના બનાવો બની રહ્યા છે. હાઇ સિક્યોરીટીથી સજ્જ કાલુપુર રેલવે સ્ટેશન ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે, જ્યાં રોજ લાખોની સંખ્યામાં પેસેન્જર્સની અવરજવર થતી હોય છે. આવી સ્થિતિમાં કેટલાક ગઠિયા પેસેન્જરના સ્વાંગમાં આવે છે અને મોબાઇલ ફોન, પર્સ, સોનાની ચેઇન સહિતની કીમતી ચીજવસ્તુઓની ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે. ગઇ કાલે કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ચાર મોબાઇલ ફોનની ચોરી તેમજ એક સોનાની ચેઇન ચોરીની ફરિયાદ નોંધાઇ છે. આ તમામ ઘટના અલગ અલગ સમય પર બની છે, જેમાં પોલીસે ગઇ કાલે ગુનો દાખલ કર્યો છે. હાઇડેફિનેશનના સીસીટીવી કેમેરાથી સજ્જ કાલુપુર રેલવે સ્ટેશનમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ), રેલવે પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાંચ, એસઓજી સહિતની પોલીસ ટીમો તહેનાત હોવા છતાં પણ ચોરી અને લૂંટ તેમજ દારૂ, માદક પદાર્થની તસ્કરીઓ વધી રહી છે. રેલવે સ્ટેશન ગુનાખોરીનું હબ બની રહ્યું છે ત્યારે તેને રોકવા માટે પોલીસ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે. પેસેન્જર્સના કીમતી સરસામાન ચોરાય છે ત્યારે પોલીસ મૂકપ્રેક્ષક બનીને જાેઇ રહી છે. પેસેન્જર હરખથી ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે, પરંતુ ચોર ટોળકીના કારણે તેમના હરખ પર પાણી ફરી જાય છે. વિગતો મુજબ ગઇ કાલે કાલુપુર રેલવે પોલીસે ચાર મોબાઇલ ફોનની ચોરી અને એક ચેઇન ચોરીની ફરિયાદ કરી છે. વસ્ત્રાલમાં રહેતો હાર્દિક પટેલ બહારગામ જવા માટે કાલુપુર રેલવે સ્ટેશન પર ટેક્સીમાં સામાન લઇને આવ્યો હતો. હાર્દિક ટેક્સીમાંથી સામાન ઉતારતો હતો ત્યારે ગ?ઠિયો તેની નજીક આવ્યો હતો અને મોબાઇલ ફોન ચોરી કરીને લઇ ગયો હતો ત્યારે મહારાષ્ટ્રમાં રહેતા સંદેશ શૈલેશભાઇ મેશ્રામે રેલવે સ્ટેશનના સીસીટીવી રૂમની બહાર બાંકડા પર બેઠો હતો ત્યારે મોબાઇલ ફોનની ચોરી કરી લીધી હતી. મુંબઇમાં રહેતા અમિત મલોડી પણ પ્રેરણા એક્સપ્રેસમાં અમદાવાદ આવ્યા હતા, જ્યાં તે ટ્રેનમાંથી નીચે ઊતરતા હતા ત્યારે કોઇ ગઠિયાએ તેમના મોબાઇલ ફોનની ચોરી કરી લીધી હતી, જ્યારે અસલાલીમાં રહેતા વિનોદ રાજપૂત રેલવે સ્ટેશનની પેન્ટ્રીકારમાં નોકરી કરે છે, જે મોબાઇલ ફોન જાેતાં જાેતાં સૂઇ ગયા હતા ત્યારે ગઠિયાએ તેમનો મોબાઇલ ચોરી લીધો હતો. કાલુપુર રેલવે પોલીસે ચારેય કેસમાં ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મુંબઇમાં રહેતા વિજય જૈન પરિવાર સાથે રાણકપુર એક્સપ્રેસ ટ્રેનથી અમદાવાદ આવ્યા હતા. ટ્રેનથી ઊતરતા હતા ત્યારે ભીડનો લાભ લઇ ગ?ઠિયો તેમની દોઢ તોલાની સોનાની ચેઇન ચોરીને નાસી ગયો હતો. પ્લેટફોર્મ પર જ્યારે ટ્રેન ઊભી રહી ત્યારે પેસેન્જર્સ નીચે ઊતરતા હતા તે સમયે વિજય જૈનના ગળામાંથી ચેઇન તૂટી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

Related posts

ડીસા શહેર ઉત્તર પોલીસે પાલનપુરમાં એક મોટી લૂંટના ગુનાના કાવતરાનો પર્દાફાશ

saveragujarat

સવેરા ગુજરાત, જામનગર , તા 22 ,SPG ના આઈજી રાજીવ રંજન ભગતએ જામનગરમાં વડાપ્રધાનના રાત્રી રોકાણના સ્થળે લાલ બંગલા સર્કિટ હાઉસનું નિરીક્ષણ કર્યું હતું. રેન્જ IG અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સહિતના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

saveragujarat

અમદાવાદમાં મેંઘરાજાની ધમકેદાર બેટીંગમાં ઓગણજમાં દીવલ ધરાશાયી થતાં ત્રણ મજૂરના મોત

saveragujarat

Leave a Comment