Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો શપથ વિધિ કાર્યક્રમ રદ, હવે આવતીકાલે યોજાશે

CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળને આજે બપોરે શપથ લેવાના હતા. પરંતુ હવે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ આવતીકાલે થશે. કારણ કે હાલમાં શપથ લેવાની જગ્યા પરથી પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે. અને, નવા મંત્રીમંડળની આસપાસ હજુ અનેક વિવાદ છે.

વર્તમાન સંજોગોમાં 7 થી વધુ નવા ચહેરાઓને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ યાદીમાં માત્ર નવા ચહેરાઓનો સમાવેશ થાય છે. અને, ઘણા જૂના જોગીઓના નામ કાપી નાખવામાં આવે તેવી શક્યતા છે. જેથી હાલ પક્ષમાં નારાજગીનો દૌર દેખાઇ રહ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ માટે આજે રાજભવન ખાતે તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ કેટલાક રાજકીય કારણોસર, શપથ ગ્રહણ હવે આવતીકાલે, ગુરુવારે, 16 સપ્ટેમ્બરના રોજ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શપથગ્રહણ સમારોહ ગુરુવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે યોજાશે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, કેટલાક વરિષ્ઠ મંત્રીઓને પડતા મૂકવાની ચર્ચા થઈ રહી છે. તેની સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. અને મોદીએ પરિસ્થિતિને શાંત કરવા માટે સમજાવટનો રસ્તો અપનાવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોના શપથગ્રહણ અંગે મૂંઝવણ વચ્ચે રાજભવન ખાતેના પોસ્ટરો દૂર કરવામાં આવ્યા છે. ભાજપના સૂત્રોએ એમ પણ કહ્યું કે શપથગ્રહણ સમારોહ 15 સપ્ટેમ્બરના બદલે 16 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે.

Related posts

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાત આવેલા JETROના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત કાઝુયા નાકજો સાન અને પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં ફળદાયી બેઠક યોજી હતી.

saveragujarat

ભૂચર મોરીનાં યુદ્ધ વિશે કવિ આદિત્ય જામનગરી રચિત દિર્ધ કાવ્ય જીત ગયે ઇતિહાસ પ્રકાશિત કરાઈ.

saveragujarat

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત

saveragujarat

Leave a Comment