Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

પંકજ જોશી ને બનાવવામાં આવ્યા સીએમના નવા ACS, અવંતિકા સિંઘ ને CMO ના સચિવ બનાવ્યા…

અવંતિકા સિંઘ આજે ગાંધીનગરમાં CMO સચિવ બન્યા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના શપથ ગ્રહણની અટકળો વચ્ચે IAS લોબી તરફથી મોટા સમાચાર બહાર આવ્યા છે. પંકજ જોશીને મુખ્યમંત્રીના નવા ACS બનાવવામાં આવ્યા છે. તો અવંતિકા સિંઘ ને CMO સચિવ બનાવવામાં આવ્યા છે.

પંકજ જોશીની મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો અશ્વિની કુમારના સ્થાને અવંતિકા સિંઘ ની નિમણૂક કરવામાં આવી છે. અવંતિકા સિંઘ CMO સચિવ બન્યા છે. એમ.ડી.મોડિયાને સીએમઓમાં વિશેષ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. CMO માં સ્પેશિયલ ઓફિસર તરીકે NN દવેની નિમણૂક કરવામાં આવી છે.

બીજી બાજુ, ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ લગભગ નક્કી થઈ ગયા છે. તમામ ધારાસભ્યોને સરકાર દ્વારા સવારે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપના તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં હાજર હતા. તે સંપૂર્ણપણે શક્ય છે કે નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે. દરમિયાન, મંત્રીમંડળના શપથગ્રહણ અંગે મોટા સમાચાર બહાર આવ્યા છે. ધારાસભ્યોને હજુ સુધી શપથગ્રહણ સમારોહ બોલાવવાની સૂચના આપવામાં આવી નથી. આ માટે ઉપરથી આવનારા ઓર્ડરની જોઈ રહ્યા છે. મંત્રીમંડળમાં સમાવિષ્ટ થનારા ધારાસભ્યોને સૂચના મળ્યા બાદ જ બોલાવવામાં આવશે. જેમાં અજમલજી ઠાકોર, ગજેન્દ્રસિંહ પરમારને ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર ચેહરા તરીકે સ્થાન મળે તેવી શક્યતા છે. તો જીતુ વાઘાણી અને ગોવિંદ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

વધુમાં, સી.કે. રાઉલજી, કિરીટસિંહ રાણા, દુષ્યંત પટેલ, રાકેશ શાહ, આત્મારામ પરમાર, જગદીશ પંચાલ, પ્રદ્યુમનસિંહ જાડેજા અને નિમિષા સુથાર પણ મંત્રી બને તેવી શક્યતા છે. આ તમામ ધારાસભ્યોને આજે ફોન આવી શકે છે. આ દરમિયાન ગાંધીનગરમાં શપથવિધિનો સમારોહનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. શપથ ગ્રહણ સમારોહ માટે ત્રણ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. શપથવિધિ સમારોહ રાજભવન, સચિવાલય અને મહાત્મા મંદિર ખાતે યોજાઈ શકે છે.

દરમિયાન, ગાંધીનગરના મંત્રીઓ રિપીટ થવાના નથી તેમની ઓફિસો ખાલી થવા લાગી છે. જેમાં કુમાર કાનાણી, વાસણ આહિર, વિભાવરી દવે, શૈલેષ મહેતા જેવા મંત્રીઓના પત્તા કપાઈ રહ્યાં છે. આ મંત્રીઓની ઓફિસ ખાલી થવા લાગી છે.

Related posts

સેન્સેક્સમાં૩૬૧ અને નિફ્ટીમાં ૧૧૮ પોઈન્ટનો વધારો થયો

saveragujarat

ઉદઘાટન સમારોહ નવી ઓફિસ

saveragujarat

ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધીની ધરપકડ કરવાની માંગ

saveragujarat

2 comments

Avatar
Rajesh vyas September 21, 2021 at 5:02 pm

Super news sar

Reply
saveragujarat
saveragujarat February 4, 2022 at 7:10 pm

thank you

Reply

Leave a Comment