Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 મી સપ્ટેમ્બર ના રોજ ગાંધીનગરના રાજભવન ખાતે યોજાશે…

16 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ થશે. નવા કેબિનેટ મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ 16 સપ્ટેમ્બરે ગાંધીનગરના રાજભવન ખાતે યોજાશે. આવતીકાલ સાંજ સુધીમાં ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાની સૂચના આપવામાં આવશે. આવતીકાલ રાતથી સંભવિત મંત્રીઓને બોલાવવામાં આવશે.

નોંધનીય છે કે ભૂપેન્દ્ર યાદવને ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એનેક્સી ખાતે મોડી રાત્રે બેઠક યોજાઇ હતી. જેમાં અમિત શાહ અને બી.એલ. સંતોષ પણ રહ્યા હતા. આ પછી મોડી રાત્રે ભૂપેન્દ્ર યાદવ અમદાવાદ પહોંચ્યા હતા. બેઠક પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી પહોંચી ગયા છે.

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત તેમના મંત્રીમંડળના સભ્યોની યાદી દિલ્હીથી આવ્યા બાદ કરવામાં આવશે. નવા કેબિનેટ સભ્યોના નામ બુધવાર સાંજ સુધીમાં જાહેર થવાની ધારણા છે. વર્તમાન 22 મંત્રીઓમાંથી 13 ના નામ બદલવાની શક્યતા છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે કેબિનેટમાં 15 નવા નામો ઉમેરવામાં આવશે. આમ, સમગ્ર કેબિનેટનું ફોર્મેટ લગભગ નવું રહેશે અને એવું લાગે છે કે હાલના કેબિનેટમાંથી માત્ર પાંચ કે છ મંત્રીઓ જ ફરી શપથ લેશે.

સત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. અત્યારે કેબિનેટમાં જ્યાં માત્ર એક જ મહિલા ધારાસભ્ય છે, તેને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રીઓ હોઈ શકે છે. ભાજપ સરકાર સામે સત્તા વિરોધી પરિબળ છે, તેને કાબૂમાં લેવા માટે જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટાભાગના ચહેરા નવા હશે અને કેટલાક પ્રથમ ટર્મમાં મંત્રી બનશે. વધુમાં, જાતિ અને પ્રદેશનું સંતુલન કુદરતી રીતે જળવાશે.

Related posts

સિવિલ હોસ્પિટલમાં ૧૦૧ મું અંગદાન

saveragujarat

ભારતનો પહેલો અસેમ્બલી કોન્સ્ટિટયુન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અમદાવાદ ખાતે યોજાશે

saveragujarat

ભારત બંધની અસર ને કારણે દિલ્હી-અમૃતસર નેશનલ હાઇવે ખેડૂતોએ કર્યો બ્લોક

saveragujarat

Leave a Comment