Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વિશ્વ યોગ દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં કે. એન.શાહ હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

સવેરા ગુજરાત,અરવલ્લી, તા.૨૧

‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’ થીમ સાથે આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં
કે. એન.શાહ હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો .વિશ્વ યોગ દિવસે રાજ્ય અને જિલ્લા કક્ષાની સૂચના મુજબ અરવલ્લી જિલ્લામાં તાલુકાઓ સહિત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો સરકારી પ્રાથમિક શાળા તથા ખાનગી પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં યોગનું નિદર્શન અને પ્રેક્ટિસ કરવામાં આવી.21 જૂન સવારના 6:30 કલાકથી દરેક શાળામાં બાળકો શિક્ષકો ગ્રામજનો સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અન્ય ગણ માન્ય વ્યક્તિઓ હાજર રહીને યોગાસનો કરીને કાર્યક્રમને સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી .જેમાં અલગ અલગ આસન કરવામાં આવ્યા હતા.તાડાસન, વૃક્ષાસન, પાદ – હસતાસન, અર્ધ ચક્રાસન, ત્રિકોણાસન, ભદ્રાસન, શશાકાસન, અર્ધ ઉષ્ટ્રાસન, વક્રાસન, ભુજંગાસન, સલભાસન, મકરાસન, સેતુબંધ સર્વાગાસન , પવન મુક્તાસન, સવાસન, કપાલભાતી, પ્રાણાયામ., ધ્યાન જેવા આસન કરીને સહભાગી થનાર તમામ લોકોએ આજની સવારને તંદુરસ્ત મય. યોગ મય બનાવવાના પ્રયાસ તરફ આગળ વધ્યા હતા

આ કાર્યક્રમમાં સાંસદ દિપસિંહ રાઠોડ, અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક, ઇન્ચાર્જ ડીડીઓ આર. એન. કુચારા,જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, અધિક નિવાસી કલેકટર એન.ડી પરમાર તેમજ અધિકારીઓo, પદાધિકારીઓ , અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, તેમજ પોલીસવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ગાંધીનગરના કલોલમાં ભાજપ દ્વારા વિજય ઉત્સવની કરાઈ ઉજવણી.

saveragujarat

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં ૨ વ્યકિત દટાયાની શંકા

saveragujarat

ચીનમાં એક રેસ્ટોરન્ટમાં ભયાનક વિસ્ફોટ, ૩૧ લોકોના મોત થયા

saveragujarat

Leave a Comment