Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પ્રેમિકાની સામે બે શખ્સોએ પ્રેમીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

મુંબઈ, તા.૪
પ્રણય ત્રિકોણમાં ૧૯ વર્ષના કોલેજિયનની હત્યા કરનારાના કેસમાં બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. મુદ્દાશિર શેખ જે છોકરી સાથે રિલેશનશિપમાં હતો તે પહેલા મુખ્ય આરોપી આદિત્ય ત્રિભવનને (૧૯) ડેટ કરતી હતી. જાે કે, આદિત્યએ તેમના સંબંધોને ગંભીરતાથી લીધા નહોતા અને આ કારણથી બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારબાદ તે છોકરી તેની સાથે અભ્યાસ કરતા મુદ્દાશિરના પ્રેમમાં હોવાની જાણ થતાં તે ચેમ્બુર પાસે આવેલી કોલેજમાં ગયો હતો અને તેની હત્યા કરી હતી. આદિત્ય અને તેના મિત્ર કલ્પમ્પ સૈયદે (૨૦) મુદ્દાશિરના માથા, છાતી અને પેટના ભાગ પર વારંવાર છરીના ઘા માર્યા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું. બંને આરોપીઓ, જેઓ સ્કૂલ ડ્રોપઆઉટ છે, તેમની શુક્રવારે સવારે ધારાવીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. લગભગ છ વાગ્યાની આસપાસ, ચેમ્બુરની વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટી કોલેજમાં મ્ર્ઝ્રદ્બના બીજા વર્ષમાં અભ્યાસ કરતો મુદ્દાસિર તેની ગર્લફ્રેન્ડ અને અન્ય છોકરી સાથે બહાર નીકળ્યો હતો. તે સમયે બહાર બાઈક પર બેસીને રાહ જાેઈ રહેલો આદિત્ય અને કલ્પમ્પ તેની તરફ ગયા હતા અને બંને છોકરીઓની સામે જ તેને વારંવાર છરીના ઘા મારવાનું શરૂ કર્યું હતું. આ કારણે તેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં દાખલ કર્યાના એક કલાકમાં મૃત જાહેર કરાયો હતો. પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન કર્યા બાદ શુક્રવારે સાંજે લાશ પરિવારને સોંપવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બંને છોકરીઓ જે આ ઘટનાની સાક્ષી છે તેઓ હજી આઘાતમાં છે.
ચુનાભટ્ટી પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને બાઈક પર રહેલા બંને આરોપીઓની તસવીર મળી આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકનું જે છોકરી સાથે અફેર ચાલતું હતું તે અગાઉ આદિત્ય સાથે પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં હતી. જ્યારે તેને ખબર પડી કે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ હવે મુદ્દાસિર સાથે છે, તો તેણે તેને બોલાવ્યો હતો અને તેનાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. જેના કારણે બંને વચ્ચે ઉગ્ર દલીલો પણ થઈ હતી. આદિત્ય અને તેના મિત્ર કલ્પમ્પે કોલેજની રેકી કરી હતી અને મુદ્દાસિરને તેની ગર્લફ્રેન્ડની સામે જ છરી મારવાની યોજના બનાવી હતી’, તેમ અધિકારીએ ઉમેર્યું હતું. ઘટના બાદ, તેઓ કલ્યાણમાં આવેલા કલ્પમ્પના ઘરે ગયા હતા. મુદ્દાસિરનું મોત થયું હોવાનું જાણ્યા બાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.
આ દરમિયાન, પોલીસે એક મહિલાને ઝડપી હતી, જે આ બે આરોપીઓને ઓળખતી હતી અને ગોવંડીમાં રહેતા આદિત્યનો ફોન નંબર મેળવ્યો હતો. આ દરમિયાન, પોલીસે બંને આરોપીઓને ઓળખતી એક મહિલાને પકડીને આદિત્યનો ફોન નંબર મેળવ્યો હતો અને તેનું ધારાવીનું લોકેશન ટ્રેક કર્યું હતું જ્યાંથી બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) પ્રશાંત કદમે જણાવ્યું હતું કે, સીનિયર ઈન્સપેક્ટર રવિન્દ્ર સાલુંકેની આગેવાની હેઠળની ત્રણ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ બે આરોપીઓને શોધવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા, જેમને હવે ચુનાભટ્ટી પોલીસને સોંપવામાં આવશે.

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડીડીઆરસી સેન્ટરનું કેન્દ્ર સરકાર દ્વારા આદર્શ ડીડીઆરસી (ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રીહેબિલેશન) સેન્ટર તરીકે નવીનીકરણ

saveragujarat

અમદાવાદમાં ૪૯.૫૮ લાખનાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ

saveragujarat

કોરોનાની તમામ પરિસ્થિતિઓ સામે લડત આપવા અમદાવાદ જિલ્લો સુસજ્જ-પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ

saveragujarat

Leave a Comment