Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભારત દ્વારા ૨૦૦ કરોડની સહાય જાહેરાતથી અફઘાનિસ્તાન ખુશ

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૩
અફઘાનિસ્તાનમાં એક લોકતાંત્રિક સરકાર ઉથલાવી સત્તામાં આવેલા તાલિબાને પોતાની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિદેશી દેશો સાથે સંબંધો સુધારવાની તરફ ધ્યાન આપ્યું છે. તાલિબાને ગઈકાલે ભારતના કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪નું વિશે પણ વખાણ કર્યા અને કહ્યું કે, અફઘાનિસ્તાનમાં ભારતની સહાયની જાહેરાત બંને દેશો વચ્ચેના સંબંધો અને વિશ્વાસ સુધારવા મદદ કરશે.એક એજન્સીના અહેવાલ અનુસાર, તાલિબાન સરકારે ભારત તરફથી મળેલી મદદ માટે ભારત સરકારની પ્રશંસા કરી છે. ભારતના કેન્દ્રીય બજેટમાં નાણાં પ્રધાન ર્નિમલા સીતારમને અફઘાનિસ્તાન માટે રૂ. ૨૦૦ કરોડના વિકાસ સહાય પેકેજની જાહેરાત કરી હતી. સીતારમને બુધવારે સવારે બજેટ ભાષણ રજૂ કર્યું, જે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ હતું. ૨૦૨૩-૨૪ના બજેટમાં ભારતે અફઘાનિસ્તાનને વિકાસ સહાયમાં ૨૦૦ કરોડ રૂપિયા આપવાની રજૂઆત કરી છે. અફઘાનિસ્તાન પર કબજાે મેળવ્યા બાદ ભારતે તાલિબાનને આર્થિક મદદ કરી હોય તેવું આ બીજું વર્ષ છે. રિપોર્ટ અનુસાર, આ અંગેની પહેલી જાહેરાત ગયા વર્ષના બજેટમાં કરવામાં આવી હતી.ભારતના બજેટનું સ્વાગત કરતા તાલિબાનની વાટાઘાટ ટીમના સભ્ય સુહેલ શાહીને કહ્યું, અમે અફઘાનિસ્તાનના વિકાસ માટે ભારતના સહયોગની પ્રશંસા કરીએ છીએ. તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો અને વિશ્વાસ સુધારવામાં મદદ મળશે.”
જ્યારે તાલિબાને ઓગસ્ટ ૨૦૨૧માં કાબુલમાં સત્તા કબજે કરી હતી, ત્યારે અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો મતભેદ થયા હતા અને મોટાભાગની ભારતીય સહયોગની અટકાવી દેવામાં આવ્યું હતું. આ અંગે શાહીને કહ્યું, “અફઘાનિસ્તાનમાં આવા ઘણા પ્રોજેક્ટ હતા, જેને ભારત ફંડિંગ કરી રહ્યું હતું. જાે ભારત આ પ્રોજેક્ટ્‌સ પર ફરીથી કામ શરૂ કરશે તો તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધારો થશે અને અવિશ્વાસનો અંત આવશે.”

Related posts

ગીરના જેપૂર ગામમાં પાણીની પારાયણ, મામલતદાર કચેરીએ પાણી આપોના નારા

saveragujarat

હત્યાના કેસમાં આજીવન કારાવાસથી ઓછી સજા આઇપીસી ૩૦૨ની વિપરીત : સુપ્રીમ

saveragujarat

સુરતમાં ૮ કિલોથી વધુ વજનના ચરસ સાથે ત્રણની ધરપકડ થઈ

saveragujarat

Leave a Comment