Savera Gujarat
Other

કોરોનાની તમામ પરિસ્થિતિઓ સામે લડત આપવા અમદાવાદ જિલ્લો સુસજ્જ-પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ

અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે કોરોના ની પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

ઉપરોક્ત બેઠકમાં મંત્રીશ્રીએ અમદાવાદ જિલ્લાની કોરોનાના કેસોની સ્થિતિ, સારવાર માટે બેડની વ્યવસ્થા, ઓક્સિજનની ઉપલબ્ધતા,ટેસ્ટિંગ અંગેની તૈયારી જેવા વિવિધ કોરોના સંલગ્ન મુદ્દાઓનુ આંકલન કરીને કામગીરી અને આગોતરી તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

કોરોનાની પ્રથમ અને બીજી લહેર માં અમદાવાદ શહેર અને જિલ્લા દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર પણ મેળવ્યો હતો.તેના આધાર પર ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન સાધી પરામર્શ કરીને સંભવિત ત્રીજી લહેરનો સામેનો કરવા એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.
અમદાવાદ જિલ્લાના નાગરિકોને કોરોનાથી બચવા માટેના ઉપાયો અને કોરોના ગ્રસ્ત દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરી તેનું સુદ્રઢ આયોજન કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું
આ બેઠકમાં મંત્રીશ્રીએ અમદાવાદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષની વયના તરુણો અને અન્ય નાગરિકોના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવી વધુમાં વધુ લોકોને વેક્સિનનો ડોઝ આપવા માટેના પગલાં હાથ ધરવા જણાવ્યું હતું.
રાજ્ય સરકાર પાસે કોરોનાની રસી નો પૂરતો જથ્થો હોવાનું પણ મંત્રીએ કહ્યું હતું.
અમદાવાદ શહેરમાં એક સાથે ૨૫૦૦૦થી વધુ દર્દીઓ તેમજ ગ્રામ્ય સ્તરે ૨૧૦૦ થી વધુ દર્દીઓને કોરોનાની સારવાર આપી શકાય તે માટેની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે. જરૂરિયાત પ્રમાણે ખૂબ જ ટૂંકા ગાળામાં આ વ્યવસ્થા વધારી શકાય તે માટેનું પણ પ્રો-એક્ટિવ આયોજન કરવામાં આવ્યું છે.

ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંલગ્ન જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું નાગરિકોને પોતાની સામાજિક જવાબદારી સમજીને અનુસરવા આરોગ્ય મંત્રીએ અનુરોધ કર્યો હતો.
મીડિયા સાથેના સંવાદમાં મંત્રીશ્રીએ કોરોનાની સારવાર માટે બેડ,આઈ.સી.યુ, વેન્ટિલેટર , બેડની ઉપલબ્ધતા દર્શાવતું જર્નીસ સોફ્ટવેર રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવી કોરોનાની પરિસ્થિતિઓમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર અપાવવા આ સોફ્ટવેર આશીર્વાદરૂપ સાબિત થશે તેમ કહ્યું હતું.
ઉપરોક્ત બેઠકમાં અમદાવાદ શહેરના પ્રભારી સચિવ શ્રી મુકેશકુમાર, અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રી લોચન શહેરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી, સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો પીના સોની સહિતના ઉચ્ચ અધિકારીઓ તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે કરી

saveragujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર”ના યુવા સંશોધકોને સન્માનિત કર્યા

saveragujarat

Ola બાદ આ ભારતીય કંપનીએ લોન્ચ કરી ઈ-બાઈક, જાણો શું છે કિંમત

saveragujarat

Leave a Comment