Savera Gujarat
Other

બાયડ – માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા વિટામિન પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

સવેરા ગુજરાત/બાયડ – માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા તેમના વિધાનસભા મત વિસ્તારમાં એક પણ બાળક કુપોષિત ન રહે તેમાટે હજારો રૂપિયાના વિટામિન પાવડરના ડબ્બાઓનું નિઃશુલ્ક વિતરણ પૂર્વ ધારાસભ્યના સ્વખર્ચે કરવામાં આવી રહ્યું છે, વિટામિન પાવડરના ડબ્બા વિતરણની શરૂઆત મોડાસા કમલમ ખાતેથી ભાજપ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરના હસ્તે કરવામાં આવી.તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મ દિન નિમિત્તે ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા જુદા જુદા સેવાકીય કર્યો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત રાજયમાં એક પણ બાળક કુપોષિત ન રહે તેવા સી.આર.પાટીલના સપનાને સાકાર કરવા બાયડ – માલપુર તાલુકામાં એક પણ બાળક કુપોષિત ન રહે તેવી નેમ સાથે વિસ્તારના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના સ્વખર્ચે ૨૦૦ રૂપિયાની કિંમતના વિટામિન પાવડરના ડબ્બાનું નિઃશુલ્ક વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી. આજરોજ મોડાસા કમલમ કાર્યલય ખાતેથી ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ હસ્તે વિટામિન પાવડરના ડબ્બાઓના વિતરણની શુભ શરૂઆત કરવામાં આવી હતી. વિટામિન પાવડરના ડબ્બાઓના વિતરણ પ્રસંગે પ્રભારીશ્રી જયશ્રીબેન દેસાઈ, પ્રભારી ગિરીશભાઈ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી રાજેન્દ્રભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા, સહિતના અગ્રણીઓ તેમજ મોટીસંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..

Related posts

કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહે આજે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં “નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા” પર એક ઉચ્ચસ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી

saveragujarat

હોટલ સુમન સિટી દ્વારા સ્વ-બચાવ અને સલામતી જાગૃતિનાં વર્કશોપનું નિઃશુલ્ક આયોજન કરી “ફ્રેન્ડશિપ ડે” ની ઉજવણી કરાઇ

saveragujarat

૨૬મીએ વસ્ત્રાલ ખાતે ૧૧૦૦ કુંડીય વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞ યોજાશે

saveragujarat

Leave a Comment