Savera Gujarat
Other

રાજામૌલીની RRR ફિલ્મ કેવી છે? પહેલા દિવસે કરશે 150 કરોડની કમાણી, તૂટશે અનેક રેકોર્ડર્સ!

નવી દિલ્હી: એસએસ રાજામૌલીની ફિલ્મ RRR આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. બાહુબલી ફ્રેંચાઈઝી બાદ આ રાજામૌલીની પહેલી ફિલ્મ છે. મોટું બજેટ અને સુપરસ્ટાર્સથી સજાવેલ આ ફિલ્મને જોવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફિલ્મ રિલીઝ થયાના થોડાક જ કલાકોમાં ધૂમ મચાવી રહી છે. સમગ્ર જનતાએ સોશિયલ મીડિયા પર RRRને માસ્ટરપીસ ગણાવી છે.RRRનું ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોયા બાદ ફેન્સે ફિલ્મના જોરદાર વખાણ કર્યા છે. જ્યારે ફિલ્મ ક્રિટિક્સે રાજામૌલીને ફરી એકવાર બાદશાહ ગણાવ્યા છે. ક્રિટિક્સનું કહેવું છે કે રાજામૌલીનો જાદુ ફરી એકવાર દર્શકો પર છવાયો છે. એક બાજુ ફિલ્મ અને અભિનેતાઓની પ્રશંસા થઈ રહી છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે RRR પોતાના ઓપનિંગ ડે પર બંપર કમાણી કરવાની છે.દેશભરના લગભગ 5000 સ્ક્રીન્સ પર RRR રિલીઝ કરવામાં આવી છે. નોર્થમાં લગભગ 2000 સ્ક્રીન્સ પર તેને રિલીઝ કરવામાં આવી છે. તેલુગૂ સ્ટેટસમાં 1800 સ્ક્રીન્સ પર, કેરળમાં 500 સ્ક્રીન્સ અને તમિલનાડુમાં 1200 સ્ક્રીન્સના 60 ટકા સુધીમાં RRR રિલીઝ થઈ છે.

એવામાં પ્રોડ્યૂસર અને ટ્રેડ એક્સપર્ટ ગિરીશ જૌહરનું કહેવું છે કે આ ફિલ્મ તમામ ભાષાઓમાં મળીને 150 કરોડની કમાણી પોતાના પહેલા દિવસે કરી શકે છે.એક રિપોર્ટના મતે, ફિલ્મ RRR એ પહેલા ત્રણ દિવસોમાં 59 કરોડથી વધારેનું એડવાન્સ બુકિંગ કર્યું છે. તેમાં માત્ર તેલુગૂ વર્ઝનથી 49 કરોડ રૂપિયાની એડવાન્સ બુકિંગ થઈ છે, જ્યારે હિન્દી વર્ઝનથી 7-8 કરોડ રૂપિયાની એડવાન્સ બુકિંગ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ડિસ્ટ્રીબ્યૂટર અક્ષય રાઠીનું કહેવું છે કે RRRનું હિન્દી વર્ઝન પહેલા દિવસે ઓછામાં ઓછું 20 કરોડનું કલેક્શન તો કરશે જ..પહેલા જ દિવસે સિનેમાઘરોમાં જે રીતે ભીડ RRRને જોવા ઉમટી રહી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ મોટું કલેક્શન કરવાની છે. એટલું જ નહીં, યૂએસમાં પ્રીમિયર શોઝમાં અત્યારથી જ ફિલ્મે 22 કરોડની કમાણી કરી લીધી છે. તેની સાથે જ આવું કરનાર RRR પહેલી ભારતીય ફિલ્મ બની ગઈ છે.કોરોના મહામારી બાદ જે રીતે ફિલ્મ ઉદ્યોગમાં ધંધો ધટ્યો છે, તેને ધ્યાનમાં રાખતા પણ ટ્રેડ એક્સપર્ટને RRRથી મોટી આશા છે. એક્સપર્ટસનું માનીએ તો પહેલા દિવસે બોક્સ ઓફિસ પર RRR પોતાની ટિકીટ સેલના સહારે 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લેશે. RRR ને તમિલ, તેલુગૂ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષામાં 2ડી અને 3ડી માં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ તેલુગૂમાં 3 કલાક 2 મિનિટની છે, જ્યારે હિન્દી વર્ઝનમાં 3 કલાક 7 મિનિટની ફિલ્મ છે.

Related posts

ફાયર સેફટી ન હોવાના કારણે ભુજમાં ૧૦ બિલ્ડિંગ સીલ

saveragujarat

સમગ્ર દુનિયામાં કોરોના તબાહી મચાવશે, લાખો લોકોના થશે મોત

saveragujarat

ભારત જાેડો યાત્રાનો લાભ ખાંટવા રાહુલ ગુજરાતમાં પ્રચાર કરશે

saveragujarat

Leave a Comment