Savera Gujarat
તાજા સમાચાર
Otherકરંટ અફેયરતાજા સમાચારરમત ગમત

હોટલ સુમન સિટી દ્વારા સ્વ-બચાવ અને સલામતી જાગૃતિનાં વર્કશોપનું નિઃશુલ્ક આયોજન કરી “ફ્રેન્ડશિપ ડે” ની ઉજવણી કરાઇ

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૦૮
ગુજરાતમાં જે પ્રમાણે દિકરીઓ અને મહિલાઓની છેડતીનાં બનાવો દિન પ્રતિદિન વધી રહ્યાં છે. તે જોતા લાગે છે કે હવે મહિલાઓ અને દિકરીઓએ પોતે જ પોતાની મદદ કરવી પડશે. કોઇ આવે અને તમને બચાવે એવી આશા કરતાં સેલ્ફ ડિફેન્સનાં પાઠ ભણી ગુનેગારોને પોતાની સાચી ઓળખ આપવાનો સમય હવે આવી ગયો છે ત્યારે સુમન સિટી સેક્ટર-૧૧ ખાતે “ફ્રેન્ડશીપ ડે” નાં દિવસે ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થા તથા હોટલ સુમન સિટી દ્વારા સ્વ-બચાવ અને સલામતી જાગૃતિનાં વર્કશોપનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગરનાં સૌ નગરજનો જોડાયાં હતા. આ સ્વ-બચાવ અને સલામતી જાગૃતિનાં વર્કશોપમાં અલગ-અલગ ટેકનીક્સ જેમકે, અસામાજિક તત્ત્વોમાં ફસાયા હોય તો કેવી રીતે છૂટવું, કયા કયા સાધનોનો ઉપયોગ કરવો તેમજ કંઈ વસ્તુઓનો ઉપયોગ કરી અને પોતાનું રક્ષણ કરવું એ વિશે મહિલાઓ, બાળકો અને દિકરીઓને ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં કોચ મયુર પરમાર અને સંસ્થાનાં સેક્રેટરી, પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ તથા નેશનલ ચેમ્પિયન મિલાપ ટાટારિઆ દ્વારા ખુબજ સરળ રીતે તમામ ભાઈઓ, બહેનો અને દિકરીઓને પ્રેક્ટિકલી બતાવીને સાથે જાણકારી અને જરૂરી માર્ગદર્શન આપીને તેમને જાગૃત કરી તાલીમ આપવામાં આવી હતી અને “ફ્રેન્ડશીપ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી સાથે ગાંધીનગરનાં જાણીતા ફિટનેસ કોચ યશ કારાણી, ગુપ્તા સ્પોર્ટ્સનાં રાજીવ ગુપ્તા, ફિલ્મ ડિરેક્ટર જગદીશ સોની, સામાજિક કાર્યકર મહેન્દ્ર ચૌહાણ અને સંસ્થાનાં ડિરેક્ટર જતીન દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં તથા સંસ્થાનાં ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણીએ મિલાપ ટાટારિઆને અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

ભક્તો માટે આવ્યા સારા સમાચાર, હવે 7 ઓક્ટોબરથી આ નિયમો સાથે શિરડી સાંઈ બાબાના દર્શન કરી શકાશે…

saveragujarat

મુખ્યમંત્રી વિશ્વકર્મા જયંતિના દીવસે શ્રમ પારિતોષિકથી રાજ્યના વિવિધ ક્ષેત્રના ઔદ્યોગિક શ્રમિકોનું સન્માન કર્યુ હતું.

saveragujarat

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુરનો ૪૭ મો વાર્ષિક પાટોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો

saveragujarat

Leave a Comment