Savera Gujarat
Other

વસ્ત્રાલ વિસ્તારમાં પાણીની ટાંકી માત્ર શોભાના ગાંઠિયા સમાન :સ્થાનિક નગરસેવકોને પોતાના વિકાસમાં રસ

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૪
અમદાવાદ વટવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા વસ્ત્રાલના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. તેઓ સતત વસ્ત્રાલના આયોજન બદ્ધ વિકાસ માટે વિવિધ કાર્યો કરતાં રહે છે પરંતુ તેમને હસ્તક આવતાં વિસ્તારના ચૂંટાયેલ પ્રતિનિધિ તથા અધિકારીઓ વટવા વિસ્તારની સમસ્યા બાબતે યોગ્ય નિરાકરણ કરતાં નથી અને વિસ્તારના વિકાસકિય કાર્યો પણ પૂરા થયા નથી. ત્યારે વસ્ત્રાલ વિસ્તારના પ્રદીપસિંહ જાડેજા વસ્ત્રાલ વિસ્તારમાં ૨૫ લાખ લીટર ની પાણીની બે ટાંકી લાવ્યા જેમાંથી એક ટાંકી જે રતનપુરા તળાવને સામે આવેલ છે તેનું લોકાર્પણને ૧ વર્ષ ઉપરાંતનો સમય થયો પરંતુ તેની આસપાસની જૂજ સોસાયટીને પાણી પૂરું પાડી શક્યા છે અને બીજી ટાંકી વસ્ત્રાલ ગામ પાસે આવેલ છે તેનું લોકાપર્ણને ૪ માસનો સમય વિતી ગયો પરંતુ આ બનેલ પાણીની ટાંકીનો લોકોને હજી સુધી કોઈ પણ સોસાયટીને લાભ મળતો નથી.
વટવા વિસ્તારના ચૂંટાયેલા પ્રનિધિઓને માત્રને માત્ર પોતાને થતાં ફાયદા પ્રત્યે જ ધ્યાન આપવામાં આવે છે પરંતુ આ વિસ્તારની જનતાએ જેમને ચૂંટીને મોકલ્યાં છે તે નગરસેવકોને જાણે આ વિસ્તારની પ્રજાના વિકાસમાં કોઇ રસ ન હોય તે રીતે હાલ સર્જાયેલી પાણીની સમસ્યા પરથી ફલિત થઇ રહ્યું છે. આ વિસ્તારમાં મોટા ભાગની વસ્તી મધ્યમ વર્ગની છે જેઓ હાલ બોરનું વધુ ટીડીએસવાળા પાણીનો ઉપયોગ કરવા મજબૂર છે જેથી બોરના ઉપયોગના કારણે લાઇટ બિલ પણ મસમોટું આવે છે જેથી લોકોને તેનો મોટો આર્થિક બોજાે વેઠવાનો વારો આવે છે. આ વિસ્તારની જનતા પાણીનો ટેકસ સતત ઘણા વર્ષોથી ભરી રહી છે જેથી પ્રજાને આર્થિક રીતે બેવડો માર પડે છે. વસ્ત્રાલ વિસ્તારના રહીશોને ઝડપથી નર્મદાનું પાણી મળી રહે તે માટે ઉગ્ર માંગ ઉઠી રહી છે.

Related posts

લોકશાહીનું થઇ રહ્યું છે અપમાન… કોંગ્રેસ ભાજપ કરી રહ્યા છે પક્ષ પલટાની રાજનીતિ…સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉમેદવારો પર ફોર્મ પાછું ખેચવા દબાણ કરાયું

saveragujarat

ગાંધીનગરના આંગણે રાજસ્થાન યુવા મંચ અને શ્રી પ્રતાપ સેના ફાગ મહોત્સવ ઉજવાયો

saveragujarat

સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચિત

saveragujarat

Leave a Comment