Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરમત ગમતરાજકીય

11મા ખેલ-મહાકુંભનો શુભારંભ

સવેરા ગુજરાત/અમદાવાદ:- ૧૧માં ખેલ મહાકુંભનો શુભારંભ પ્રસંગે વડાપ્રધાન મોદી અમદાવાદ સ્ટેડીયમ ખાતે પોતાના ત્રીજાે રોડ શો કરી પહોંચ્યાં હતા. જ્યાં તેમના સત્કાર સમારંભનો પ્રારંભ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યો હતો અને વડાપ્રધાન દ્વારા દેશના વિકાસમાં કરવામાં આવેલા મહત્વના કાર્યોની યશગાથા વર્ણવી હતી અને રમતગમત ક્ષેત્રે પણ સમગ્ર દેશમાં ખેલ-મહાકુંભ થકી આ ક્ષેત્રમાં આગવી શૈલી ધરાવતાં તમામ પોતાનામાં રહેલા કૌશલ્યને પ્રદર્શિત કરી શકે તે માટે એક નવા રાહ ચીધ્યો છે. આ ખેલ મહાકુંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, રાજ્યપાલ દેવવ્રત, તમામ રાજ્યના મંત્રીઓ, નેતાઓ, આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને સમગ્ર મોટેરા સ્ટેડીયમ ખચાખચ શ્રોતાઓથી ઉભરાઇ ગયું હતું. વડાપ્રધાન દ્વારા પ્રારંભ કરાયેલા ખેલ મહાકુંભમાં ૧૩ લાખથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વખતે ગુજરાતમાં પપ લાખ સ્પર્ધકોએ ભાગ લીધો છે. જ્યારે ગુજરાતમાં વડાપ્રધાન મોદીના અથાક પ્રય્તનોથી ગુજરાત પાસે ૨૪ સ્કોચ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે જ્યારે ૨૪ સ્કૂલ સહિતની ભેંટો રમત ગમત ક્ષેત્રે પ્રદાન કરવામાં આવી છે.

 

Related posts

ગુજરાત એસ.ટી નિગમની અતિઆધુનિક “Double Decker AC Electric Bus”નું ગિફ્ટ સિટીથી લોન્ચિંગ

saveragujarat

બેંક-એફએમસીજી શેરોમાં કરંટ : સેન્સેક્સ ૧૪૫ પોઇન્ટ ઉંચકાયો _ શેરબજારમાં તેજી : સેન્સેક્સ ૫૩૦૦૦ને પાર

saveragujarat

ગુજરાતમાં વરસાદી તબાહીથી માનવ મૃત્યુ અને પશુધન માટે રાજ્ય સરકારની સહાયની જાહેરાત

saveragujarat

Leave a Comment