Savera Gujarat
Other

બેંક-એફએમસીજી શેરોમાં કરંટ : સેન્સેક્સ ૧૪૫ પોઇન્ટ ઉંચકાયો _ શેરબજારમાં તેજી : સેન્સેક્સ ૫૩૦૦૦ને પાર

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૪
મુંબઈ શેરબજારમાં આજે તેજીનો વળાંક આવ્યો હતો અને પસંદગીના હેવીવેઇટ શેરોમાં ધૂમ લેવાલીને પગલે સેન્સેક્સ ૫૩,૦૦૦ની સપાટીને પાર કરી ગયો હતો. શેરબજારમાં આજે શરુઆત સાવચેતીના ટોને થઇ હતી. વિશ્વબજારોમાં કોઇ મોટી વધઘટ ન હતી. ઘરઆંગણે મોંઘવારીનો પડકાર, વિદેશી નાણા સંસ્થાઓની વેચવાલી, વધતી વેપાર ખાધ જેવા વિપરીત કારણો મોજુદ હોવાથી નવી લેવાલીમાં સાવચેતી હતી છતાં પસંદગીના ધોરણે કેટલાક હેવીવેઇટ શેરો લાઇટમાં આવતા સેન્સેક્સ ઉંચકાયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટમાં અનિશ્ચિત માહોલ છે પરંતુ ઇન્ડેક્સ મેનેજમેન્ટ થઇ રહ્યું હોવાની છાપ છે. વખતોવખત રોકડાના શેરો તોડી નાખવામાં આવે છે પરંતુ ઇન્ડેક્સને ટકાવી રાખવામાં આવે છે. અત્યારે આર્થિક માહોલ યોગ્ય નથી ત્યારે શેરબજારમાં લાંબી તેજીની શક્યતા ધૂંધળી છે. શેરબજારમાં આજે બ્રિટાનીયા, હિન્દલીવર, ઇન્ડુસઇન્ડ બેંક, ટાઇટન, સ્ટેટ બેંક, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઇન્ફોસીસ, મારુતિ, નેસ્લે જેવા શેરોમાં સુધારો હતો જ્યારે જેેએસડબલ્યુ સ્ટીલ, ઓએનજીસી, રિલાયન્સ, ટીસ્કો, ટીસીએસ જેવા શેરો નબળા હતા.

Related posts

દ્વારકામાં પીકઅપ વાન ડિવાઇડર પર ચઢી જતાં ૧૦ ઘાયલ

saveragujarat

રશિયા દ્વારા સમરત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ

saveragujarat

ખોખરા આંગણવાડીમાં કાશ્મીરી યુવાન ઘુસતા સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો

saveragujarat

Leave a Comment