Savera Gujarat
Other

ગુજરાતમાં વરસાદી તબાહીથી માનવ મૃત્યુ અને પશુધન માટે રાજ્ય સરકારની સહાયની જાહેરાત

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૪
જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વરસાદે ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા સહાયને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદને લીધે જે લોકોના મોત થયા છે તેમના માટે સરકારે ૪ લાખની સહાયની જાહેરાત કરી છે. દુધાળા પશુ માટે ૨૦ હજારની સહાયની સહાય તો ઘેટાં બકરા માટે ૪૦૦૦ની સહાય આપવામાં આવી છે. તમામ કલેકટરને તત્કાલિક સહાય ચૂકવાના આદેશ કરવામાં આવ્યા છે. સવારે જૂનાગઢ ૮૮ મિમી, ગીર સોમનાથ ૫૮, ડાંગ ૫૨ મિમી વરસાદ પડ્યો છે. ડાંગના વાસદ અને સુમિરમાં વરસાદ વધ્યો હોવાની માહિતી પણ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી છે. પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ખેડામાં ૫ લોકોના વરસાદને લીધે મૃત્યુ થતાં તેમણે ૨૦ લાખની સહાય ચૂકવાઈ ગઈ છે. આ સાથે જ સરકારી આંકડા મુજબ ૩૧ લોકોના વરસાદને લીધે મોત થયું છે. જેમણે તાત્કાલિકના ધોરણે સહાય આપવા આદેશ કરવામાં આવ્યા છે. આમ જાેવા જઈએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૩ માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. પણ સરકારના ધારાધોરણ મુજબ ૩૧ લોકોને સહાય ચૂકવાશે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ માનવ મૃત્યુ થયા છે જેમાં બેના ઝાડ પડવાથી, બેના વીજળી પડવાથી અને ૯ના પાણીના વહેણમાં ડુબી જવાથી મૃત્યુ થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૧,૦૩૫ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૧,૦૯૪ નાગરિકો હજુ આશ્રયસ્થાનોમાં છે જ્યારે ૯,૮૪૮ નાગરિકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી યોગ્ય માવજત કરવામાં આવી છે.

બોક્સ ( બોલ્ડ કરવું ) – ઈડર તાલુકાના ચિત્રોડા ગામે વીજળી પડતાં ૫ાંચ પશુઓના મોત નિપજ્યાં
ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવી દીધો છે. ચારેકોર વરસાદે તારાજી સર્જી છે. ઈડર તાલુકાના ચિત્રોડા ગામે વાડનાથ મહાદેવના મંદિર પાસે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા પ્રેમજી ભાઈ રબારી તારીખ ૧૨-૭-૨૨ ની રાત્રે પોતાના ખેતરમાં હતા. ત્યારે રાત્રે ૮ઃ૩૦ વાગે અચાનક આકાશમાંથી વીજળી ત્રાટકતા વાડામાં બાંધેલા પશુઓ પૈકી ૫ ભેંસો પર વીજળી પડી અને ઘટનાસ્થળે તેમના મોત થયા હતા. કુદરતી આફત આમ અચાનક આવી પડતાં પ્રેમજીભાઈના માથે જાણે આભ તૂટી પડયું હતું.

રાજ્યમાં વરસાદના તાંડવથી અત્યાર સુધીમાં ૮૩ લોકોના મોત નિપજ્યાં
ગુજરાતમાં વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પેદા થઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, વરસાદને લઈ અત્યાર સુધી ૮૩ લોકોના મૃત્યુ થયા છે. જેમાના ૧૪ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં જ જીવ ગુમાવ્યો છે. 
અત્યાર સુધી ૩૧ હજાર ૩૫ લોકોનું સ્થળાંતર કરાયું, જેમાંથી ૯ હજાર ૮૪૮ લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. વરસાદના કારણે ૫૧ સ્ટેટ હાઈવે, ૪૮૩ પંચાયત હસ્તકના રસ્તા મળી ૫૩૭ માર્ગો સુરક્ષાને ધ્યાને રાખી હાલ બંધ છે. તો કચ્છમાંથી પસાર થતો નેશનલ હાઈ-વે ૪૧ તેમજ નવસારી- ડાંગ હાઈ વે બંધ છે, જેને ઝડપથી ચાલુ કરાશે. તો મુખ્યમંત્રીએ ડેશ બોર્ડના માધ્યમથી સતત બીજા દિવસે વરસાદ પ્રભાવિત વિસ્તારની સમીક્ષા કરી હતી. જ્યાં કોઝવે અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે તેના પરથી વાહનચાલકો પસાર ન થાય તે માટે પોલીસફોર્સનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. સાથે જ વરસાદથી નુકસાનીનો ઝડપથી સર્વે કરી સહાય ચૂકવવા સૂચના આપી છે. તે સિવાય સરકાર વરસાદી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિજનોને ૪-૪ લાખની સહાય આપશે. રાજ્ય સરકાર પાંચ મૃતકોના વારસદારોને સહાયની ચૂકવણી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ લોકોના વરસાદી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. ૫૧ સ્ટેટ હાઇવે, ૪૮૩ પંચાયતના રોડ સાથે કુલ ૫૩૭ માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે.
નેશનલ હાઇવે ૪૧, નવસારી હાઇવે ૬૪ બંધ કરાયા છે. ડાંગમાંથી પસાર થતો નેશનલ હાઇવે પણ બંધ કરાયો છે. એસટીના ૧૩૮ રૂટ બંધ કરાયા છે જે પૈકી ૧૪ને ફરીથી કાર્યરત કરાયા છે. ૭૬૯ ગામોમાં બંધ થયેલ વીજ પુરવઠો ફરી શરૂ કરાયો છે. એસડીઆરએફની ૨૧ અને એનડીઆરએફની ૧૮ ટીમો અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત કરાઇ છે. રાજ્યમાં આજે સવારથી અત્યાર સુધી ૧૧૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં ડાંગના સુબીરમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડના કપરાડામાં સવા પાંચ ઈંચ, નવસારીના વાંસદામાં ૫ ઈંચ અને ગીર સોમનાથના ગીર ગઢડામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો ડાંગના આહવા અને તાપીનાડોલવણમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના વઘઈ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો..વિસાવદર, ધરમપુર, કોડીનારમાં સાડા ૩ ઈંચ, ઉનામાં ૩ ઈંચ, ઉમરગામ, પારડી, ખેરગામમાં અઢી-અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. તો વાપી, વેરાવળ, જામ કંડોરણા, નવસારી, ધારી, મહુવામાં ૨-૨ ઈંચ વરસાદ વરસ્યો. તો નવસારીના જલાલપોર, ચીખલી, પલસાણામાં પણ પોણા ૨ ઈંચ વરસાદ પડ્યો હતો.

Related posts

ગૌતમ અદાણીને રાજીવ ગાંધી પાસેથી ખૂબ મદદ મળી

saveragujarat

ગીફટ સીટીમાં હવે : શરાબના બાર અને ડાન્સ ફલોરને મંજુરી!

saveragujarat

દરામલી ચોકડી ઉપર જાદર પોલીસ દ્વારા સલામતી અને સુરક્ષા ને લઈ કેમ્પ યોજ્યો.

saveragujarat

Leave a Comment