Savera Gujarat
Other

યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરી આશ્વાસન આપતા અધિકારીશ્રીઓ

સવેરા ગુજરાત/બનાસકાંઠા:-  પ્રાંત અધિકારીઓ અને નાયબ કલેકટરશ્રીઓએ વિદ્યાર્થીઓના માતા-પિતાને મળીને પરિસ્થિતિથી વાકેફ કર્યા

રશિયા- યુક્રેન યુદ્ધ શરૂ થતાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતા અને સૂઇગામ તાલુકાના કુલ ૪ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના આ વિદ્યાર્થીઓના વાલીઓનો અધિકારીઓએ સંપર્ક કરી આશ્વાસન આપ્યું પુરૂ પાડ્યું હતુ. પ્રાંત અધિકારીઓ અને નાયબ કલેકટરઓએ વિદ્યાર્થીઓના માતા-પિતાને મળીને ત્યાંની પરિસ્થિતિ તથા સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી વાકેફ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા ૪ વિદ્યાર્થીઓમાં શિહોરી ગામનાના બે વિદ્યાર્થીઓ આર્ય મુકેશભાઈ શાહ તથા નિસર્ગ ચિરાગભાઈ પટેલના માતા-પિતા તથા પાદર ગામના હાર્દિકભાઈ દઝાભાઈ ચૌધરીના વાલી તથા ખોડા ગામના દુર્ગેશ ભારમલભાઈના ઘરે જઈ અધિકારીઓએ રૂબરૂ મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતુ. તેમ બનાસકાંઠા નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલે જણાવ્યું છે.

Related posts

માઇભક્તોની મનોકામના પૂર્ણ થાય એ માટે કલોલના હાજીપુરની મંથન અપંગ કન્યા સેવા સંકુલની દિકરીઓએ જય અંબે…..ના ૨૧ લાખ જેટલાં મંત્રોનું લેખન કર્યુ

saveragujarat

આઈટીઆઈ અને પોલિટેકનિકના પાસ આઉટ થયેલા યુવાનો સેનામાં ભરતી થઈ શકશે

saveragujarat

રાજ્યના તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદ્દતની હડતાળથી અનેક કામગીરી ખોરંભે પડી

saveragujarat

Leave a Comment