Savera Gujarat
Other

રાજ્યના તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદ્દતની હડતાળથી અનેક કામગીરી ખોરંભે પડી

સવેરા ગુજરાત, ગાંધીનગર,તા.૨
રાજ્યના તલાટી કમ મંત્રીઓએ આજથી અચોક્કસ મુદ્દતની હળતાલનું એલાન કર્યું છે. અને કામગીરી નો બહિષ્કાર કરવાનો ર્નિણય લીધો છે. જાેકે આ હડતાળ દરમ્યાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આવતી કામગીરી અને ૧૩ થી૧૫ દરમ્યાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ તાલટી કમ મંત્રીઓ પંચાયત કચેરી મા અભિયાન માં જાેડાશે તેવી જાહેરાત ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યના તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો માટે આજથી લડતનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અંગેની વિગતો આપતા મહામંડળના પ્રમુખ પંકજ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની સરકાર દરમિયાન પણ અમારા પ્રશ્નોના ઉકેલ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકાર સત્તામાં આવી છે જાેકે આ સરકારમાં પણ પંચાયત મંત્રી બ્રિજેશ મિર્ઝા અને સંલગ્ન વિભાગો સાથે તબક્કાવાર બેઠકો કરી હોવા છતાં એ આજે નવી સરકાર આવ્યા બાદ પણ ૯ મહિના સુધી અમારી માગણીઓને હલ કરવામાં આવી નથી કે સમાધાન પણ કરવામાં આવ્યું નથી જેના કારણે આજે અમે રાજ્યના ૯,હજાર થી વધુ તલાટી કમ મંત્રીઓ હડતાલ ઉપર રહેશે આ તબક્કે તેમને મુખ્ય માગણીઓ અંગે માહિતી આપતા જણાવ્યું કે વર્ષ ૨૦૦૪-૫ ની નોકરી સળંગ ગણવામાં આવે આ ઉપરાંત રેવન્યુ અને પંચાયત તલાટીઓને મર્જ કરી ગ્રેડ પે આપવાની માંગ પણ કરવામાં આવી છે જ્યારે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વધારાની કામગીરીનું ભથ્થું જે ૯૦૦ રૂપિયા આપવામાં આવતું હતું તે વધારીને ૫૦૦૦ કરવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ કરી છે.
આ ઉપરાંત અન્ય માગણીઓ પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ તેમણે કહ્યું કે મહામંડળની હડતાલ દરમિયાન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આવતા તમામ કામો ઉપરાંત આગામી ૧૩ થી ૧૫ તારીખ દરમિયાન યોજાનારા હર તિરંગા અભિયાનમાં તમામ તલાટી મંત્રીઓ જાેડાશે તેવી જાહેરાત કરી છે એટલું જ નહીં રાજ્ય સરકાર જ્યાં સુધી અમારા તમામ મુદ્દાઓનું નિરાકરણ કે સમાધાન નહીં કરે ત્યાં સુધી ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ સાથે જાેડાયેલા તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પાડશે.

Related posts

ઈડર ૧૪ કરોડના ભ્રષ્ટાચારની વાતો પોકળ,સહકારી જીનની હાલની વ્યવસ્થાપક કમિટીને ક્લિનચીટ આપતાં અધિક રજીસ્ટ્રાર

saveragujarat

સુરત ખાતે કરૂણા સંસ્થા દ્વારા પક્ષીઓ માટે આઇસીયુ સેન્ટર શરૂ કરાયેલ છે

saveragujarat

અનુષ્કા-વિરાટ કોહલીની દીકરી વામિકા વર્ષની થઈ

saveragujarat

Leave a Comment