Savera Gujarat
Other

સાબરકાંઠા એસ.ઓ.જી ની ટીમને ગેરકાયદેસર હથિયાર પકડવામાં વધુ એક મળી સફળતા.

સાબરકાંઠા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજર ની સુચના
અન્વયે એમ.ડી.ચંપાવત, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસો એ.ટી.એસ.ચાર્ટર લગતી કામગીરી અંગે 10 ફેબ્રુઆરી ના રોજ જાદર પોલીસ સ્ટેશન
વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમય  દરમ્યાન સાથેના અ.હે.કોન્સ. ભાવેશભાઇ રામજીભાઈને એક સખ્સ બીનકાયદેસર હથીયાર રાખતો હોવાની બાતમી મળી હતી જે આધારે

સાબરકાંઠા એસ.ઓ.જી.એ જાદર પોલીસ સ્ટેશનની હદમાંથી ગેર કાયદેસરના હથિયાર સાથે બે આરોપી ઝડપ્યા.

જાદર પો.સ્ટે. વિસ્તારના ફીંચોડ ગામની સીમમાં આરોપી દેવીલાલ હકરાભાઇ ખરાડી રહે. કવેલ
તા. ઝાડોલ જી. ઉદેપુર રાજસ્થાનવાળાના કબજામાંથી ગેરકાયદેસરની બંદુક કિંમત રૂપિયા-૫,૦૦૦/-નો મુદ્દામાલ અને સુદ્રાસણા ગામની સીમમાંથી આરોપી રામભાઈ નાનજીભાઈ સુવેર રહે. સુવેર ફળિયું, હુંડલા તા. ઝાલોદ, જી. ઉદેપુર (રાજસ્થાન) વાળા ના કબજામાંથી ગેરકાયદેસર બંદૂક કિંમત રૂપિયા ૫૦૦૦/- પકડી પાડી બંને આરોપી વિરૂધ્ધ જાદર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવા માં આવી છે.
સવેરા ગુજરાત ઇડર

Related posts

BSNL ના રિવાઈવલ માટે ૧.૬૪ લાખ કરોડના પેકેજને મંજૂરી મળી

saveragujarat

ક્રૂડના ભાવ વધારાથી લોકોને માર, કંપનીઓ માલામાલ

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૫૮,૦૮૯ નવા કેસ નોંધાયા

saveragujarat

Leave a Comment