Savera Gujarat
Other

ક્રૂડના ભાવ વધારાથી લોકોને માર, કંપનીઓ માલામાલ

સવેરા ગુજરાત/નવી દિલ્હી, તા.૧૨
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવમાં તગડો વધારો થયો ત્યારે તેનો બોજ ભારતીય ગ્રાહકો પર પણ લાદવામાં આવ્યો છે. દેશમાં ગેસનો ભાવ લગભગ બમણો થઈ ગયો છે. ગ્રાહકો મોંઘવારીમાં પીસાઈ ગયા છે પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ નથી. સરકારનું કહેવું છે કે ‘રાષ્ટ્ર નિર્માણ’ માટે આ બોજ ઉઠાવવા પડશે જેના કારણે ગ્રાહકો કોઈ છૂટકો ન હોવાથી ઉંચો ભાવ ચુકવે છે, પરંતુ ઓઈલ અને ગેસ કંપનીઓ તેનો જંગી લાભ મેળવે છે. ભારતીયોએ રાષ્ટ્ર નિર્માણના નામે બમણો ભાવ ચુકવ્યો છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ) અને ઓએનજીસીની આવકમાં ભારે વધારો નોંધાયો છે. એક અંદાજ પ્રમાણે સરકારના ર્નિણયના કારણે ઓએનજીસીતેની રેવન્યુ અર્નિંગમાં ત્રણ અબજ ડોલરનો વધારો નોંધાવે તેવી શક્યતા છે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ) તેની રેવન્યુમાં ૧.૫ અબજ ડોલરનો વધારો નોંધાવે તેવી સંભાવના છે. હાલમાં ભારતમાં એનર્જીનો જે વપરાશ થાય છે તેમાં નેચરલ ગેસનો હિસ્સો ૬.૭ ટકા છે. ૨૦૩૦ સુધીમાં સરકાર તેને વધારીને ૧૫ ટકા કરવા માંગે છે. તેથી ગેસના ઉંચા ભાવની વ્યાપક અસર થવાની શક્યતા છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતીયોએ ગેસના ઉંચા ભાવનો ફટકો સહન કર્યો હતો. તેમાં પણ છેલ્લા દિવસે મોટો આંચકો આપવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ જાેરદાર વધી રહ્યા હતા ત્યારે સરકારે ૩૧ માર્ચે નેચરલ ગેસના ભાવ પણ બમણા કરી નાખ્યા હતા. તેના કારણે સામાન્ય લોકો માટે વીજળી, શાકભાજી, રસોઈ સહિતની દરેક ચીજનો ભાવ વધી જશે. આ ઉપરાંત ફર્ટિલાઈઝરના ભાવમાં પણ વધારો થશે. ગેસ ઉત્પાદક કંપનીઓને પહેલી એપ્રિલથી સરકારે મોટો ફાયદો કરાવી દીધો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને તેના દ્ભય્ બેસિનના ગેસ માટે ૧૦ ડોલર પ્રતિ સ્સ્હ્વંેભાવ મળશે જ્યારે સરકારી માલિકીની ઓએનજીસીને બોમ્બે હાઈ અને બીજા ફિલ્ડ માટે બમણાં કરતા પણ વધુ ભાવ મળશે. ર્ંદ્ગય્ઝ્રને નોમિનેશન બેસિસ પર ૨.૯ ડોલરનો ભાવ મળતો હતો તેની જગ્યાએ ૫.૯૩ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટનો ભાવ મળશે. રિલાયન્સ અને તેની પાર્ટનર મ્ઁ ઁઙ્મષ્ઠ દ્ભય્ બેસિનમાં ડ્ઢ૬ બ્લોકને ઓપરેટ કરે છે. તેના માટે હાલમાં ૬.૧૩ ડોલર ભાવ મળે છે જેની જગ્યાએ હવે તેને ૯.૯થી ૧૦.૧ ડોલરનો ભાવ મળશે. ગ્રાહકોએ રાષ્ટ્ર નિર્માણના નામે આ ભારે બોજ ઉઠાવવાની તૈયારી રાખવી પડશે જ્યારે કંપનીઓના નફામાં તીવ્ર વધારો થશે. એપ્રિલ ૨૦૧૯ પછી ભાવમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે જેના માટે આંતરરાષ્ટ્રીય ભાવોનો જવાબદાર ગણવામાં આવે છે. સરકાર દર છ મહિને ગેસના ભાવ નક્કી કરે છે. આ ભાવ ૧ એપ્રિલે અને ૧ ઓક્ટોબરે નક્કીથાય છે. તેમાં યુએસ, કેનેડા અને રશિયા જેવા ગેસ સરપ્લસ દેશોના ભાવને ધ્યાનમાં રાખી ને રેટ નક્કી કરવામાં આવે છે.

Related posts

કોંગ્રેસે અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત રસ્તાનું નામ બદલીને મેયર કિરટી પરમાર અને કમિશ્નર લોચન શહેરા રોડ રાખી પ્રદર્શન કર્યુ

saveragujarat

પૈસાની લેતી દેતીમાં યુવકનું અપહરણ કરીને માર માર્યો

saveragujarat

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની હાલત ઘણી ખરાબ

saveragujarat

Leave a Comment