Savera Gujarat
Other

સુરતમાં Pushpa: The Rise ફિલ્મનો ક્રેઝ ચરમ શીમા પર પહોચતા, બજારમાં આવી ‘પુષ્પા સાડી’

સવેરા ગુજરાત:-  સુરતના માર્કેટ મા આવી પુષ્પા ફિલ્મી સાડી: ‘પુષ્પા: ધ રાઇઝ’ Pushpa: The Rise ફિલ્મ રશીકોને ખૂબ જ પસંદ પડી રહી છે. ફિલ્મના ડાયલોગ્સ પણ ખૂબ પ્રસિદ્ધ થઈ રહ્યા છે. ફિલ્મ એટલી પ્રસિદ્ધ થઈ ગઈ છે કે તેના નામ પર બજારમાં અવનવી વસ્તુઓ પણ આવી રહી છે. સુરતના ટેક્સટાઈલ માર્કેટ માં ‘પુષ્પા સાડી’થી એક નવી શરૂઆત કરવામાં આવી છે. જોકે, આ સાડી બનાવવાની શરૂઆત એક શોખ માટે કરવામાં આવી હતી. આ સાડીઓની પ્રિન્ટ સોશિયલ મીડિયા  પર આવી કે તરત જ ઓર્ડર મળવા લાગ્યા છે. તેલુગુ ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ જેવી રીતે છેલ્લા થોડા સમયથી ફિલ્મી પડદે ધૂમ મચાવે છે તેવી જ રીતે સુરતની આ સાડી પણ ધૂમ મચાવે તો નવાઈ નહીં.

એશિયાની સૌથી મોટી ગણાતી સુરત ટેક્સટાઈલ માર્કેટમાં આ પહેલો પ્રયોગ નથી. સ્થાનિક કાપડના વેપારીઓ સમયાંતરે શોખ અને કોમર્શિયલ સ્તરે આવા પ્રયોગો કરતા આવ્યા છે. પછી 2014નો ફિફા વર્લ્ડ કપ હોય કે પછી નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા તેની લોકપ્રિયતા હોય. સુરતના કાપડ બજારના વેપારીઓ આવી તક ઝડપતાજ આવ્યા છે.

મોદી, યોગી અને બાહુબલી બાદ પુષ્પા સાડી સુરતના બજારમાં આવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર ‘બાહુબલી’ ફિલ્મ બાદ હવે પુષ્પા ફિલ્મની ઝલક પણ સુરત ટેક્સટાઈલ માર્કેટની સાડીઓ પર જોવા મળી છે. આ દિવસોમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તાજેતરમાં જ મોદી યોગી સાડીએ પણ યુપીના કાપડ બજારોમાં ધૂમ મચાવી છે. ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીને તેમાં સામેલ કર્યા બાદ તેનો રાજકીય અને બિઝનેસ ક્રેઝ વધુ વધી ગયો છે.

હવે આ શ્રેણીમાં લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ફિલ્મ પુષ્પા પણ સાડીઓમાં જોવા મળી છે. શોખ ખાતર બનાવેલી આ સાડી વાયરલ થતા ઓર્ડર મળવા લાગ્યા છે. વેપારીના કહેવા પ્રમાણે શરૂઆતમાં સાડી શોખથી બનાવી હતી. ઓર્ડર મળવા લાગ્યા બાદ કાપડ માર્કેટના યુવાન કાપડ વેપારી ચરણપાજીએ 6 મીટરની સાડી પર પ્રિન્ટ કરાવી હતી તેવુ જાણવા મળી રહ્યું છે.

તેમણે પ્રિન્ટેડ સેમ્પલ સાડીની દુકાનમાં આવ્યા પછી તેને સોશિયલ મીડિયા પર મૂક્યું હતું. પછી તરત જ સ્થાનિક અને બહારના કાપડ બજારના વેપારીઓને આ ડિઝાઇન પસંદ આવવા લાગી હતી અને તેમને ઓર્ડર પણ મળવા લાગ્યા. હાલમાં આ સાડી સુરતમાં માત્ર એક જ મિલમાં પ્રિન્ટ થઈ રહી છે, પરંતુ જેમ જેમ ક્રેઝ વધતો જાય છે તેમ તેમ અન્ય મિલોમાં પણ પ્રિન્ટ થવાનો અવકાશ જોવા મળી રહ્યોં છે.

 

Related posts

પાલીતાણા થી ભુજ (કચ્છ) વોલ્વો સ્લીપર બસ A.C.ચાલુ થઈ

saveragujarat

આંતરરાષ્ટ્રીય માર્કેટ પ્રમાણે નક્કી થશે ભાવ,CNG અને PNG સસ્તા થશે

saveragujarat

રાજામૌલીની RRR ફિલ્મ કેવી છે? પહેલા દિવસે કરશે 150 કરોડની કમાણી, તૂટશે અનેક રેકોર્ડર્સ!

saveragujarat

Leave a Comment