Savera Gujarat
Other

GUJARAT CORONA UPDATE:-21 ના મોત,8862 રિકવર થયા,નવા કેસ 2909

સવેરા ગુજરાત/ગાંધીનગર :- રાજ્યમાં આજે કોરોનાના નવા કેસ 2909 નોંધાયા છે. કોરોનાના કેસોમાં તબક્કાવાર ઘટાડો થઇ રહ્યો છે. તો બીજી તરફ 8862 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 11,53,818 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 95.90 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,70,890 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 38644 દર્દી રિકવર થઇ ચુક્યાં છે. 215 નાગરિકો વેન્ટિલેટર પર છે. 38429 નાગરિકો સ્ટેબલ છે. 1153818 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10688 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કુલ 21 નાગરિકોનાં મોત કોરોના ને કારણે થયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 14 ને પ્રથમ અને 367 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 4077 ને પ્રથમ અને 8478 ને પ્રથમ અને 19396 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19396 ને પ્રથમ અને 57938 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 16810 ને પ્રથમ અને 16810 ને બીજો ડોઝ અપાયો હતો. 32747 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,70,890 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 99880825 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

Related posts

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ, પાટીદારોએ માંગી ૫૦ ટિકિટ

saveragujarat

આરોપીઓએ ક્રિપ્ટો કરન્સીથી કર્યુ હતું ડ્રગ્સનું પેમેન્ટ

saveragujarat

Leave a Comment