Savera Gujarat
Other

આરોપીઓએ ક્રિપ્ટો કરન્સીથી કર્યુ હતું ડ્રગ્સનું પેમેન્ટ

અમદાવાદ,તા.૨૫
શહેરના બહુચર્ચિત બોપલ ડ્રગ્સ કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી વંદિત સહિત અન્ય છ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આરોપીઓએ વિદેશથી અલગ અલગ સરનામાઓ પર ડ્રગ્સ મંગાવ્યુ હતું. આટલુ જ નહીં, ડ્રગ્સના પૈસા ક્રિપ્ટો, ઈથેરિયમ, બિટકોઈન, લાઈટકોઈન સહિતની કરન્સીના માધ્યમથી ચૂકવવામાં આવ્યા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર આ પેમેન્ટ માટે ઉૈષ્ઠાિ સ્ી નામની એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ૧૦ કરોડથી વધારે રકમનો નાણાંકીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વંદિત તેમજ અન્ય આરોપીઓ વિરુદ્ધ એક્ટની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અનુસાર, આરોપીએ વિદેશથી ડ્રગ્સનો મોટો જથ્થો મંગાવ્યો હતો તેમજ ક્રિપ્ટો એજન્ટના માધ્યમથી ૨,૭૫,૦૦૦ ડોલરથી પણ વધારે રકમની ચૂકવણી કરી હતી. આટલુ જ નહીં, ડ્રગ્સના અન્ય પેમેન્ટ માટે તેમણે ડિજિટલ કરન્સી એટલે કે બિટકોઈન, ઈથેરિયમ, લાઈટ કોઈનનો ઉપયોગ કર્યો હો. નોંધનીય છે કે, આરોપીઓ વિરુદ્ધ દાખલ ચાર્જશીટમાં ૮૯ સાક્ષીઓ અને હજારો દસ્તાવેજી પુરાવાઓ જાેડવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, આરોપી વંદિતે ડ્રગ્સના ૩૦ પાર્સલ મંગાવ્યા હતા, જેમાંથી ૩ની ડિલિવરી મળી ગઈ હતી. નોંધનીય છે કે ડ્રગ્સનું આ રેકેટ દેશભરમાં ફેલાયેલું છે. ડ્રગ્સ ડિલર ગ્લેન દ્વારા માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન, તેલંગણા, કેરળ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં લગભગ ૫૫૬ પાર્સલ ડિલિવર કર્યા હતા. આરોપીઓ પાછલા ઘણાં વર્ષોથી વિદેશથી અને દેશના અન્ય ભાગોમાંથી ડ્રગ્સ મંગાવતા હતા તેમજ દેશભરમાં ડ્રગ્સ પેડલર્સ અને ગ્રાહકોનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે વિપલ અને જીલ નામના આરોપીઓએ ગુજરાત અને રાજસ્થાન સહિતના ૫૦ સ્થળોએ ડ્રગ્સ મંગાવ્યા હતા. અહીંથી તેઓ મોટા જથ્થામાંથી નાના પેકેટ તૈયાર કરી અલગ અલગ ડીલર્સને મોકલતા હતા. વંદિત પટેલ વિદેશથી જે ડ્રગ્સનો જથ્થો મંગાવતો હતો તે પાર્સલ ડિલિવરી કંપની ફેડેક્ષ એક્સપ્રેસ કંપની મારફતે આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, લગભગ ૭૫ વાર ગ્લેન રાઈલે સ્ટુડિયો જે નામના ડીલર પાસેથી ડિલિવરી મંગાવવામાં આવી હતી.

Related posts

દિલ્હી સરકાર ત્રણ દોષિતને મુક્ત કરવાના સુપ્રીમના આદેશને પડકારશે

saveragujarat

દિવાળી પર એસટી વિભાગ સુરતથી ૨૫૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે

saveragujarat

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અર્પણ સમારોહ,ગામીત સમાજ ની મૌખિક વાર્તાઓના રચઈતાને ત્રીજા નંબરે પારિતોષિક એવોર્ડથી સન્માનીત કરાયા.

saveragujarat

Leave a Comment