Savera Gujarat
Other

કેદારનાથ ધામના વડાપ્રધાનના કાર્યક્રમનું કાલે સોમનાથમાં જીવંત પ્રસારણ થશે

બાર જયોતિર્લિંગમાંનુ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર સાંનિધ્યમાં ચોપાટી ઉપર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું કેદારનાથ ખાતે તા.5-11 સંવત 2077 નુતન વરસના દિવસે લોકાર્પણ થનાર વિકાસ કાર્યનું સંબોધન સોમનાથમાં લાઇવ દર્શાવશે આ તકે પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે.

સોમનાથ મંદિર ચોપાટી ઉપર સવારે 8:30 વાગ્યાથી 9:15 વાગ્યા સુધી કાર્યક્રમો સ્થળે ઉદયપુર સંસ્કૃતિક કલા મંડળ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે ત્યારબાદ વડાપ્રધાન સંબોધશે જેનુ એલ ઇડી સ્કિન દ્વારા લાઇવ પ્રસારણ કરાશે જે નિહાળવા ડોમ મંડપ અને બેઠક વ્યવસ્થાઓ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ જ પ્રકારનુ અને એ જ સમયે પ્રાચીન ભારતમાં આધગુરૂ શંકરાચાર્ય મહારાજ તે સમયે જે 86 સ્થળોએ ભારત પરિભ્રમણ કરેલું છે તે સ્થળો મહત્વના દેશના શિવલાયો 12 જયોતિર્લિંગો ચાર ધામો ખાતે આ રીતે લાઇવથી સાંકળી સમગ્ર દેશને એકતા સંસ્કૃતીથી જોડવા આ પ્રયાસ છે.

કેદારધામ ખાતે આદ્યગુરૂ શંકરાચાર્ય મહારાજની સમાધિ કેદારનાથ ધામના સંગમ ઘાટનુ યુનવિકાસ ઓફીસ કાર્યાલય અને હોસ્પિટલના નિર્માણ સરસ્વતી સિવિક અમેનીટી ભવન કેદારનાથ તીર્થમાં સંગ્રહાલય પરિસર, મંદાકિની આસ્થા પથ વિકાસ સાથે રેન સેલ્ટર, તીર્થ પુરોહિતોના આવાસ, મંદાકિની નદી ઉપર પુલનું નિર્માણ અને સરસ્વતી નદીના તટ ઉપર પુર સુરક્ષા અને ધાટોનુ નિર્માણ આ રીતે ચાર ધામ પુન: નિર્માણ 708 કરોડ મંજૂર કરાયા છે.

આ રીતે એક આદર્શ તીર્થ સ્થળ કેવુ હોય અને શ્રધ્ધાળુઓની સુવિધા પારંપરિક મુલ્યો સાથે સંરક્ષિત કરી પ્રધાનમંત્રી મોદીના વિઝનથી કેદારનાથની બદલેલી તસ્વીર લાઇવ પ્રસારણ નિહાળવા મળશે.

સોમનાથ ખાતે નુતન વરસના મંગળ પ્રભાતે યાત્રિકો-પ્રવાસીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ મહાપ્રસંગે ઉપસ્થિત રહી ભગવાન ભોળાનાથ સોમનાથ દાદાને શીશ નમાવશે.

Related posts

દેશમાં નવુ બંધારણ લખવાની જરૂર : તેલંગણાના મુખ્યમંત્રી

saveragujarat

રાજકિય આગેવાન, આંગડીયા પેઢી અને બિલ્ડર સીબીઆઇના રડારમાં

saveragujarat

વડોદરાની તૃષા સોલંકીની પ્રેમી દ્વારા કરાઈ કરપીણ હત્યા

saveragujarat

Leave a Comment