Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરમત ગમતરાજકીયવિદેશ

રાજકિય આગેવાન, આંગડીયા પેઢી અને બિલ્ડર સીબીઆઇના રડારમાં

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૫
કાંકીપતી રાજેશ ૨૦૧૧ બેચના ગુજરાત કેડરના ૈંછજી અધિકારી છે. રાજેશ પર આરોપ છે કે તેણે ચૂંટણી ખર્ચ ખાતાનો ઉપયોગ કરીને હથિયાર લાયસન્સ અને માઈનિંગ કોન્ટ્રાક્ટ આપવા માટે લીધેલી લાંચ જમા કરાવવા માટે તેની સંપત્તિ એકઠી કરી હતી. સીબીઆઈના જણાવ્યા મુજબ, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે, રાજેશે ૩૨ જેટલા બેંક ખાતાઓનું સંચાલન કર્યું હતું, જેમાંથી એક ચૂંટણી ખર્ચ ખાતું હતું. જ્યારે તેમણે જિલ્લા કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે ચૂંટણી ખર્ચ ખાતામાં રૂ. ૫ લાખ હતા જાેકે, ચૂંટણી ખર્ચના ખાતામાં બેલેન્સ વધીને રૂ. એપ્રિલ ૨૦૨૧ સુધીમાં ૫ કરોડ થયા સહિતના અનેક આરોપ લાગી રહ્યા છે. જેની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઇન્વેટીગેશન ચલાવી કથિત કૌભાંડના આરોપોની તપાસ ચલાવી સીબીઆઇ સમક્ષ હાજર થવાના ત્રણ ત્રણ સમન્સ પાઠવવા છતાં કે.રાજેશ હાજર થયા નથી.
ત્યારે આ બાબતના કથિત કૌભાંડના મૂળિયા સુધી પહોંચવા માટે સીબીઆઇ ટીમના રડારમાં મોટા રાજકિય માધાંતાઓના નામ, આંગડીયા પેઢીના સંચાલકો તેમજ અમદાવાદના કેટલાક બિલ્ડરોના નામ પણ ખુલી શકવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે આગામી સમયમાં સીબીઆઇ સમક્ષ કે.રાજેશ કેવા પ્રકારની રણનિતી અપનાવી હાજર થાય છે. જાે કે હાલ આગોતરા જામની જરૂરી છે જાે કે તેઓ હાલ તો રજા ઉપર ઉતરી ગયા છે. ત્યારે સીબીઆઇ સમક્ષ કે રાજેશની ઉપસ્થિતિ દરમિયાન જાે આ કથિત કૌભાંડો સાચા પુરવાર થશે તો આઇએએસ ઓફિસર કાંકીપતી રાજેશ ‘‘ મેં તો ડૂબુંગા, તુમ્હે સનમ લે ડૂબુંગા ’’ વાળી નિતી અખત્યાર કરશે તો ચોક્કસપણે આ રેલો મોટા રાજકિય માધાંતાઓ, બિલ્ડરો અને આંગડીયા પેઢીના પગતળે આવવાની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.
ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈની તપાસનો સામનો કરી રહેલા ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશના નવા-નવા કારસ્તાનો બહાર આવી રહ્યા છે. આ આઇએએસ ઓફિસર જ્યારે સુરતના જિલ્લા વિકાસ અધિકારીનો કાર્યભાર સંભાળતાં હતા તે દરમિયાનથી જ તેમની ઉપર ભષ્ટ્રાચાર કરવાના કથિત આરોપ લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ કે. રાજેશ પોતાના હોદ્દાનો પાવર, તેમજ અનેક મોટી સાંઠ ગાંઠ હોવાના કારણે તેમની ઉપર કોઇ પ્રકારની તપાસ કે લગામ કશવાની સુદ્ધા કાર્યવાહી ન કરતાં નાના ભ્રષ્ટાચાર રૂપી છોડમાંથી આજે મોટા ભ્રષ્ટાચારના ભોરીંગ સમાન સમાન વટવૃક્ષ બની જતાં આખરે મોડે મોડે પરંતુ સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટીગેશનના રડારમાં આવતાં તેમની ઉપર ગાળિયો કસવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ ત્રણ સમન્સો પાઠવવા છતાં તેઓ સીબીઆઇ સમક્ષ ઉપસ્થિત થતાં નથી. કે. રાજેશ સામે ૨૦૦૦ કરોડ કરતાં પણ વધુનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું મનાઇ રહ્યું છે અને રોજબરોજ તેમના હોદ્દાના પાવરના ઓથા હેઠળ કરેલા અનેક નવા નવા કારસ્તાનો પણ ખુલાસો થઇ રહ્યો છે. આઇપીએસ કક્ષાના આ અધિકારી કે. રાજેશ પર હથિયારના પરવાના લેવાના હોય, જમીનોનું કલીયરીંગ, જમીનનું બોરોબારીયું, ખાણ કંપનીઓ પાસેથી લાંચ માંગવા સહિત અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સીબીઆઇના હથ્થે લાગ્યાં બાદ આ અધિકારીની ખરી હકીકત સામે આવી શકે તેમ છે. પરંતુ હાલના સંજાેગોમાં તો તેમના દ્વારા કરવામાં આવેલા અનેક કારનામા તેમના નામના આક્ષેપ સાથે રોજબરોજ બહાર આવી રહ્યા છે. જેમાં વધુ એક કારસ્તાનમાં એક જમીન પ્રકરણમાં ૬૦ વર્ષનો વિવાદ માત્ર ચાર મહિનામાં ‘સેટલ’ કરી દેવામાં આવ્યાનું બહાર આવ્યું છે. આ પ્રકરણમાં ૩૨ એકર પ્રાઇમ લોકેશનની જમીન નજીકના નાયબ મામલતદારને ટ્રાન્સફર કરી દીધી હોવાનું કહેવાય છે.
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. સીબીઆઈ સામે હાજર થવા આઈએએસ અધિકારીને સમન્સ પાઠવવામાં આવ્યું હોવા છતા તેઓ હાજર થયા નથી અને રજા પર ઉતરી જતાં તપાસનીસ એજન્સીના પગલા પર મીટ માંડવામાં આવી રહી છે. આધારભૂત સુત્રોએ જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર મામલે તવાઈ ઉતરતાં આઈએએસ અધિકારી કે. રાજેશ રજા ઉપર ઉતરી ગયા છે. સીબીઆઈએ ત્રણ વખત સમન્સ મોકલ્યું હોવા છતાં હાજર થયા નથી. હવે તેઓને ભાગેડુ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. કાનૂની નિષ્ણાંતોએ જાે કે એમ જણાવ્યું છે કે કે. રાજેશ આગોતરા જામીન અરજી કરી શકે છે. તેઓ કાનૂની માર્ગદર્શન મેળવવા લાગ્યા છે. સીબીઆઈના સુત્રોએ એમ જણાવ્યું છે કે ગુજરાતના જ એક પૂર્વ સાંસદે કે. રાજેશ લોકો પાસેથી લાંચ મેળવતા હોવા વિશે ૬૦ જેટલી અરજીઓ કરી હતી. ખાણ કંપનીઓ પાસેથી પણ મોટી લાંચ લેવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી. તેઓનાં એક પૂર્વ ધારાસભ્ય સાથેનાં ઘનિષ્ઠ સંબંધો પણ ધ્યાને આવ્યા છે. કે. રાજેશની…

Related posts

અમદાવાદ શહેરમાં એક સપ્તાહ સુધી ટ્રાફિક પોલીસતંત્ર દ્વારા ટ્રાફિક ડ્રાઇવ

saveragujarat

જામનગર શહેરના સૂર્યમુખી હનુમાન મંદિરમાં તોડફોડ સાથે ચોરી

saveragujarat

સેન્સેક્સ ૩૩ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં ૯.૫૦ પોઈન્ટનો વધારો

saveragujarat

Leave a Comment