Savera Gujarat
Other

૧૯ વર્ષીય બ્રેઇનડેડ યુવકના અંગના દાનથી ઘણાં દર્દીઓનું જીવન પુનઃ ખીલશે

છેલ્લાં 10 મહિના દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 18 લોકોના શરીરમાંથી મેળવેલા 62 જુદા જુદા અંગથી જુદા જુદા 50 લોકોના જીવ બચ્યાં . ૫૦ દિવસમાં નવ(૯) વ્યક્તિના અંગદાનમાં મળી સફળતા-ડૉ. રાકેશ જોષી

આપણા સમાજમાં કહેવાય છે કે જરૂરિયાતમંદ માણસની વહારે ઇશ્વર વિવિધ સ્વરૂપથી મદદ કરવા આવે છે. અંગદાનના કિસ્સામાં અંગદાતા એવા બ્રેઇનડેડ દર્દીઓ એ અંગદાન મેળવનાર દર્દીઓ માટે ઇશ્વરતુલ્ય જ હોય છે, કેમકે આવા દાનથી તેમની જીંદગી ફરી વસંતની માફક ખિલી ઉઠે છે. તેથી જ અંગદાનને જીવનદાનની સમકક્ષ ગણાયું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. છેલ્લાં 10 મહિના દરમિયાન આજ દિન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 18 લોકોના શરીરમાંથી મેળવેલા 62 જુદા જુદા અંગથી જુદા જુદા 50 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. છેલ્લે 8 નવેમ્બરે જે બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન થયું તેને ગણતરીમાં લેતા છેલ્લાં 50 દિવસમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદને 9મું અંગદાન મળ્યું છે.

લેટેસ્ટ અંગદાનની વિગતો આપતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષી જણાવે છે કે, મૂળ બિહારના શિવપુર જિલ્લાના રહેવાસી પણ કામધંધા અર્થે રાજકોટમાં રહેતા 19 વર્ષીય યુવક દીપકકુમાર અશોકરામ પ્રસાદનો અકસ્માત થવાથી માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં. અહીં તેમને વેન્ટિલેટર પર રખાયા હતાં. 5 નવેમ્બરે તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતાં. પરિવારની સમજાવટ કર્યા બાદ 8 નવેમ્બરના રોજ બ્રેઇનડેડ દીપકકુમારના હૃદય, ફેફસાં, કિડની, લિવરનું દાન મેળવવામાં આવ્યું હતું.

આ અંગોનું હવે વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં આરોપણ કરાશે અને એ રીતે અનેક જીવનમાં ફરી ખુશહાલીનો રંગ છવાશે.

Related posts

આઇટી બ્રાન્ચમાં ભણતા વિદ્યાર્થી પર ચાર લોકોએ હુમલો કર્યો

saveragujarat

જાણો અત્યાર સુધી તમારા આધાર કાર્ડ પર થી કેટલા સિમ લેવામાં આવ્યા છે, આ પોર્ટલથી ચેક કરો તમારી Details…

saveragujarat

પ્રમુખ સ્વામી મહારાજ મારા માટે પિતાતુલ્ય :વડાપ્રધાન

saveragujarat

Leave a Comment