Savera Gujarat
Other

દેશમાં નવુ બંધારણ લખવાની જરૂર : તેલંગણાના મુખ્યમંત્રી

હૈદરાબાદ,તા.૨  તેલંગણાના કેસી રાવે વિવાદિત નિવેદન આપ્યું છે. કેસી રાવે કહ્યુ કે બંધારણને ફરી લખવાની જરૂર છે. નવું બંધારણ લાવવું જાેઈએ. તેમણે કહ્યું કે, હું આ માટે શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેને મળવા જઈ રહ્યો છું. તેલંગણાના મુખ્યમંત્રી કેસી રાવે કહ્યુ કે, દેશમાં નેતૃત્વ પરિવર્તનની જરૂર છે. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે સાથે આ મુદ્દે વાત કરવા માટે મુંબઈ જઈ રહ્યો છું. આપણે ફરી બંધારણ લખવું પડશે. નવો વિચાર, નવું બંધારણ લાવવું જાેઈએ. મહત્વનું છે કે આ પહેલાં મુખ્યમંત્રી કેસી રાવની પાર્ટી ટીઆરએસના સાંસદોએ સંયુક્ત સત્રમાં બજેટ રજૂ થતાં પહેલા થયેલા રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પહેલાં તેલંગણાના મુખ્યમંત્રી કેસી રાવે પોતાની પાર્ટીના સાંસદો સાથે બેઠક કરી હતી અને તેમને કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું કહ્યું હતું. ટીઆરએસ સાંસદોએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે ફંડ આપવાના મામલામાં તેલંગણા સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. તેલંગણાના મુખ્યમંત્રીએ મંગળવારે રજૂ થયેલા બજેટ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેલંગણાના મુખ્યમંત્રીએ બજેટને ઝીરો ગણાવ્યું છે. તેમણે કહ્યું કે બજેટમાં કિસાનો, ગરીબો અને નોકરીયાત વર્ગ માટે કંઈ નથી. ઉલ્લેખનીય છે કે ૧૧૯ સીટોવાળી તેલંગણા વિધાનસભામાં મુખ્યમંત્રી કેસી રાવની પાર્ટી ટીઆરએસની બે-તૃતિયાંશથી વધુ બહુમતી છે. હાલમાં મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે તેમની પાર્ટી ટીઆરએસ આગામી વિધાનસભા ચૂંટણીમાં ૯૫થી ૧૦૫ સીટ જીતશે.

Related posts

અમદાવાદના છારોડી ખાતે “મોદી શૈક્ષણીક સંકુલ”નું લોકાર્પણ

saveragujarat

ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી

saveragujarat

કેન્દ્ર સરકાર લાવી રહી છે ડિજિટલ મીડિયા માટે કાયદો ડિજિટલ ન્યૂઝ પોર્ટલના સમાચારપત્રોના બરાબર માનવામાં આવશે

saveragujarat

Leave a Comment