Savera Gujarat
Other

ભાજપના પ્રેદેશ અધ્યક્ષે વડોદરાના મેયરનો ઉધડો લીધો

વડોદરા :ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સરદાર ધામમાં 51 લાખનું દાન આપી ટ્રસ્ટી બન્યા છે. વડોદરામાં પાટીદાર બિઝનેસ સમિટ કાર્યક્રમમાં સીઆર પાટીલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, CM પોતે કહે કે તેમને પણ ખબર નથી કે હું કઈ રીતે મુખ્યમંત્રી બની ગયો. પાટીલે CM ભૂપેન્દ્ર પટેલના નિખાસલ સ્વભાવના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી સાવ ઓલિયો માણસ છે. CM ઓલિયો એટલે કે ભોળા માણસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરળ માણસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મારું માને પણ છે.

  1. સીઆર પાટીલે જય સરદાર કહીને સંબોધનની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં સી. આર. પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પાટીદાર સમાજ ભાજપની સાથે હતો અને રહેશે. તેમણે કહ્યુ હતું કે, સ્વાભાવિક પણે મારું અનુમાન છે કે ભાઇઓ બહેનોને પ્રાધાન્ય આપતા નથી. વિશ્વને પટેલોનો પરિચય કરાવવો જોઈએ નહિ કે પટેલોએ વિશ્વનો પરિચય કરાવવો જોઈએ. પહેલા એક રેકોર્ડ થતો હતો કે સૌથી વધુ લોકો તાજમહલ જોવા આવતા હતા. હવે વિદેશોમાંથી સૌથી વધુ લોકો સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે. પાટીદાર સમાજ અને ભાજપ મહદઅંશે એકબીજા સાથે જ જોડાયેલા છે. તો બીજી તરફ, વડોદરાના કાર્યક્રમમાં  શહેરના મેયર કેયુર રોકડીયાને મંચ પરથી સી આર પાટીલે મોટી ટકોર કરી હતી. તેમણે કહ્યુ હતું કે, કેયુરને મેયર બનાવ્યો ત્યારે લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે. કેયુર રોકડીયા યુવાન હતા એટલે મેયર બનાવ્યા. મેયર કેયુર રોકડીયા હવે મિટિંગ બંધ કરો, અને ઝડપી નિર્ણય લો. આગામી અઠવાડિયામાં ગાયો રોડ પર ના દેખાવી જોઈએ. મંદિરમાં ભિક્ષુકો દેખાવા ના જોઈએ.

Related posts

નવરાત્રિમાં દરરોજ માતાને ચઢાવો આ ૯ વસ્તુઓ માતાજીની કૃપા બની રહેશે

saveragujarat

રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં થયો ઘટાડો

saveragujarat

અમદાવાદમાં ૭૨ વર્ષ બાદ નવા રથોની સાથે નીકળશે રથયાત્રા

saveragujarat

Leave a Comment