Savera Gujarat
Other

પહેલી હિન્દી ફિલ્મ ‘ભવાઈ’માં પ્રતીક ગાંધીએ મેદાન માર્યું

મુંબઈ : ગુજરાતી એક્ટર પ્રતીક ગાંધીએ ગત વર્ષે વેબ સિરીઝ ‘સ્કેમ 1992’માં શેરદલાલ હર્ષદ મહેતાનું પાત્ર ભજવીને પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. હવે તેણે ફિલ્મ ‘ભવાઈ’થી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મની મજબૂત કડી પણ પ્રતીક જ છે. હાર્દિક ગજ્જર લિખિત અને નિર્દેશિત આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ ગુજરાતનું એક નાનુ ગામ ખાખર છે.

જ્યાં પ્રથમવાર એક નાટક કંપની રામલીલા ભજવવા આવે છે. ગામનો સીધો સાધો યુવાન રાજારામ જોષી (પ્રતીક ગાંધી) પોતાનું એક્ટર બનવાનું સપનુ પૂરું કરવા ત્યાં કામ માગવા જાય છે. જ્યાં રાવણનો રોલ કરનાર નાટક કંપનીના માલિક ભંવરસિંહ (અભિમન્યુ સિંહ)નું પેટ ખરાબ થઇ જવાથી તેને રાવણનો રોલ મળી જાય છે.

અહીં મંચ પર રાવણ બનતો રાજા અને સીતા મૈયા બનતી રાની (એન્દ્રિતા રે) વચ્ચે પ્રણયાંકુર ફૂટે છે. જ્યારે બીજી બાજુ ગામના લોકો રામ-સીતાનો રોલ કરનારને સાચોસાચ ભગવાન માનવા લાગે છે. પરંતુ સીતાના પ્રેમમાં પડેલો રાવણ (રાજારામ) સીતાનું અપહરણ કરી જાય છે. ગામ લોકો તેને સ્વીકારી શકતા નથી.

લોકોની આ ધર્માધતાનો લાભ ગામની લોકલ રાજકીય પાર્ટી ઉઠાવવા લાગે છે. આવી રસપ્રદ કથા ધરાવતી આ ફિલ્મ એક સામાન્ય પ્રેમકથા બની ગઇ છે. ગીતો સૂરિલા હોવા છતાં પ્રભાવ ઉભો નથી કરતાં. એક્ટિંગના મામલામાં પ્રતીકે ફરી પોતાની કાબેલિયત અહીં સાબિત કરી છે. આ ફિલ્મમાં અંકુર ભાટિયા, રાજેશ શર્મા વગેરે ચમકે છે.

Related posts

Ola બાદ આ ભારતીય કંપનીએ લોન્ચ કરી ઈ-બાઈક, જાણો શું છે કિંમત

saveragujarat

ભાવનગરમાં વડાપ્રધાનના હસ્તે સીએનજી ટર્મિનલ સહિતના ૬.૫૦ હજાર કરોડના કામના લોકાર્પણ અને ખાતમૂહુર્ત

saveragujarat

મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં વધુ એક અરજી

saveragujarat

Leave a Comment