Savera Gujarat
Other

રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં થયો ઘટાડો

સવેરા ગુજરાત/અમદાવાદ તા.૦૬ : કોરોના કાળમાં રેલવે સ્ટેશનમાં ભીડ ઓછી કરવા માટે રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. રેલવેએ પ્લેટફોર્મમમાં ઓછા લોકો ભેગા થાય એટલે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 30 રૂપિયા કરી દીધો હતો. પરંતુ હવે કોરોનાના કેસ ઘટી ગયા છે અને સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. એટલે રેલવેએ ફરી પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આવતીકાલ 7 એપ્રિલથી અમદાવાદ મંડળના તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ ઘટી જશે.

અમદાવાદ રેલવે મંડળે સાત એપ્રિલથી પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. પહેલાં કોરોનાને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 30 રૂપિયા કરવામાં આવ્યો હતો. પરંતુ 7 એપ્રિલ ગુરૂવારથી પ્લેટફોર્મ ટિકિટનો ભાવ ઘટીને 10 રૂપિયા થઈ જશે. આ નિયમ અમદાવાદ મંડળના તમામ રેલવે સ્ટેશન પર લાગૂ પડશે. એક અખબારી યાદીમાં રેલવે મંડળે આ માહિતી આપી છે.

Related posts

હવે ગુજરાતના ખેડૂતોને રવિ સહિતના બારમાસી પાક માટે ઝીરો ટકા વ્યાજે લોન

saveragujarat

ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ૪ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરાઈ

saveragujarat

૧ ઓક્ટો.થી દેશમાં ચલાવવામાં આવશે સ્વચ્છતા અભિયાન

saveragujarat

Leave a Comment