Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

નવરાત્રિ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે (AMTS) મુસાફરો માટે ધાર્મિક બસ સેવાની કરી જાહેરાત…

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે નાગરિકો માટે 7-10-2021 ના રોજથી નવરાત્રી પર્વ શરૂ થતો હોવાથી. શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરો જેમ કે ભદ્રકાળી મંદિર- લાલ દરવાજા., મહાકાળી મંદિર-દુધેશ્વર, ચામુંડામંદિર-અસારવા બ્રિજ નીચે, માતાભવાની વાવ અસારવા, પદમાવતિ મંદિર – નરોડા, ખોડિયાર મંદિર-નિકોલ, હરસિદ્ધમાતા મંદીર રખિયાલ, બહુચરાજીમંદિર-ભુલાભાઈ પાર્ક, મેલડીમાતા મંદિર-બહેરામપુરા, વૈષ્ણોદેવી મંદિર-એસ.જી.હાઈવે, ઉમિયામાતા મંદિર-જાસપુર રોડ, આઈમાતા મંદીર-સુઘડ, હિંગળાજ માતા મંદિર, નવરંગપુરા, વગેરેએ એક બનાવ્યું છે. વગેરે ધાર્મિક સ્થળોને આવરી લઈને નવરાત્રી ધાર્મિક પ્રવાસ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

 

 

આજે યોજાયેલી ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ફકત 7-10-2021 થી માત્ર નવરાત્રી પુરતું સવારે 8-15 થી બપોરે 4-15 સુધી ચાલશે. પુખ્ત વયના માટે ટિકિટની કિંમત રૂ. 60 અને બાળકો માટે રૂ .30 રાખવામાં આવેલ છે, આ બસ સેવા પ્રવાસીઓ ઇચ્છે તે સ્થળે આપવાની તથા જ્યાંથી તેઓ બેસે છે તે સ્થળે પરત ફરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. જો ગ્રુપમાં આ સેવા લેવી હોય તો ઓછામાં ઓછા 40 પ્રવાસીઓનું ભાડું ચૂકવવું પડશે. આ નવરાત્રી ધાર્મિક બસ સેવાનો લાભ મેળવવા માટે, નીચે જણાવેલ ટર્મિનસ પર સંબંધિત અધિકારીનો સંપર્ક એક દિવસ અગાઉથી નીચે દર્શાવેલ ટર્મિનસો પર સવારે 8:00 થી સાંજના 6:00 દરમ્યાન સંબંધિત અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.

1) લાલદરવાજા ટર્મિનસ

2) મણિનગર ટર્મિનસ

3) સાળંગપુર ટર્મિનસ

4) વાડજ ટર્મિનસ

Related posts

કેનેડામાં ભણવા માટે સરકાર ૪૨ લાખ સુધીની શિષ્યવૃત્તિ આપે છે

saveragujarat

દીકરીએ ભાગીને લગ્ન કર્યા અને બાળક પણ થયું તેમ છતાં પરિવારે ન સ્વીકારી

saveragujarat

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ હળવદ ભાજપના અગ્રણી નેતાના નિવાસસ્થાને મુલાકાત લીધી

saveragujarat

Leave a Comment