Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

જામનગર, બોગસ બિલિંગ સંદર્ભે રાજ્ય જીએસટી વિભાગની મોટી કાર્યવાહી, બે પેઢીના માલિકોની કરાઈ ધરપકડ

સવેરા ગુજરાત, જામનગર , તા 13

જામનગર,
​સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ થકી થતી કરચોરીના કેસો શોધી કાઢી તે પરત્વે અન્‍વેષણાત્મક કાર્યવાહીની ઝુંબેશ હાલમાં ચાલી રહેલ છે. ગુજરાત રાજ્ય તથા ગુજરાત રાજય બહારની બોગસ પેઢીઓ પાસેથી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર વેરાની રકમ સામે વેરાશાખ મજરે મેળવી ખુબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારને મોટી રકમનું નાણાકીય નુકશાન પહોંચાડવામાં આવે છે. વિભાગ દ્વારા ઉંડાણપૂર્વકના સંશોધન અને વિગતોના આધારે તપાસો હાથ ધરી ઘણી પેઢીઓ શોધી કાઢવામાં આવેલ છે. આવી પેઢીઓ ઓપરેટ કરતાં ઓપરેટરોને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.

​તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગના માધ્યમથી ખોટી વેરાશાખનો દાવો કરતાં હોય તેવા જામનગર ખાતેના બ્રાસની કોમોડિટી સાથે સંકળાયેલા બે એકમો પર સર્ચ અને સિઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ એકમો દ્વારા બોગસ પેઢીઓ પાસેથી ખરીદીઓ દર્શાવી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર વેરા સામે વેરાશાખ મજરે મેળવી ખુબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારની આવકને મોટા પ્રામાણમાં નાણાકીય નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. આ બે એકમો દ્વારા બોગસ બિલો આધારિત રૂ. ૭૮.૫૦ કરોડની ખરીદીઓ દર્શાવી રૂ. ૧૪.૧૨ કરોડની ન મળવાપાત્ર હોય તેવી વેરાશાખ ભોગવેલ છે.
​ખોટી વેરાશાખ ભોગવવી એ જીએસટી કાયદાની કલમ-૧૩૨(૧)(સી) હેઠળ ગુનો બનતો હોય વિભાગ દ્વારા બે કેસોમાં આ પેઢીઓના માલિકોની સ્પષ્ટ સંડોવણી જણાતા શ્રી લીબર્ટ્રી પ્રોડક્ટ્સ પ્લોટ નં.૪૬૪/૨૯ જીઆઈડીસી, શંકર ટેકરી, જામનગરના માલિક સ્મિત દિપેન શાહની ધરપકડ તા.૦૨/૦૨/૨૦૨૪ના રોજ કરવામાં આવેલ. વોલ્ટ મેટલ ઈન્‍ડસ્ટ્રીઝ પ્લોટ નં.૪૬૪/૨૯/૩૦/૩૧ જીઆઈડીસી, શંકર ટેકરી, જામનગરના માલિક દિપેન ચંપકલાલ શાહ સ્થળ તપાસ દરમિયાન મળી આવેલ નહિ જેથી તેમની ખાનગી રાહે રેકી કરવામાં આવેલ અને બાતમીના આધારે તા.૧૨/૦૨/૨૦૨૪ના રોજ તેઓની જામનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

આ બન્ને સખ્શો નામ. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રીની કોર્ટમાં જામનગર ખાતે રજુ કરવામાં આવેલ જે અન્વયે આરોપી સ્મિત દિપેન શાહના નામ. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રીની કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કરેલ હતા. તેમજ તા. ૧૩/૦૨/૨૦૨૪ના રોજ આરોપી દિપેન ચંપકલાલ શાહને જામનગર કોર્ટમાં રજુ કરવામાં આવેલ, ગુન્હાની વધુ તપાસ સબબ રીમાન્‍ડ મેળવવાની કાર્યવાહી કરતાં તા. ૧૫/૦૨/૨૦૨૪ સુધીના નામ. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રીની કોર્ટે રીમાન્ડ મંજુર કર્યા છે .

આમ, બોગસ બિલ મેળવી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડનારા ઇસમો સામે વિભાગ કડક હાથે કાર્યવાહી કરવા કટિબધ્ધ છે.

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૩૫ વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી ૭ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પથરાયો

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન

saveragujarat

ખેડૂત નેતાઓએ ફરી વાર દિલ્હીનો ઘેરાવ શરૂ કર્યો

saveragujarat

Leave a Comment