Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૮
બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાન થી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન.માર્ગ અકસ્માતમાં મુકેશભાઈ અને તેમના પરિવારજનોને ગંભીર ઈજા પહોંચી હતીઃ મુકેશભાઈની હાલત ગંભીર બનતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલના તબીબો અને દિલીપ(દાદા) અંગદાનની સંમતિ મેળવવા અમદાવાદથી પ્રવાસ ખેડી રાજકોટ તેમના પરિવારજનોને સમક્ષ પહોંચ્યા.પરિવારજનોએ એકજૂટ થઇ અંગદાનનો ર્નિણય કર્યો.બે કિડની અને લીવરનું દાન મળ્યું.રાજ્યમાં અંગદાન વેગવંતુ બન્યું – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જાેષી.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન થયું છે.રાજકોટના ૩૦ વર્ષીય મુકેશભાઈ રાણા પરિવાર સાથે બાઇક પર મુસાફરી કરી રહ્યા હતા આ દરમિયાન તેમને માર્ગ અકસ્માત સાંપડ્યો.પત્ની અને પુત્રને પણ ઇજાઓ પહોંચી.મુકેશભાઇના માથાના ભાગમાં ગંભીર ઈજા હોવાથી રાજકોટથી સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.અહીં તબીબોના અથાગ પ્રયત્ન અને સઘન સારવારના અંતે ૨૭ મે ના રોજ તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા.જાહેર થયા ત્યારે તેમના પત્ની રાજકોટની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા.ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર તીર્થ અને અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ( દાદા ) એ અમદાવાદથી રાજકોટ પ્રવાસ ખેડી તેમના પરિવારજનો સમક્ષ પહોંચ્યા. મુકેશભાઈ ના બ્રેઇનડેડ થયાનો સમગ્ર ચિતાર રજુ કરીને તેઓને અંગદાન અંગેની સમજ આપી.જેનાથી પ્રેરણા લઈ રાણા પરિવારે એક જૂથ થઈને મુકેશભાઈના તમામ અંગોનુ દાન કરવાનો ર્નિણય કર્યો.અંગોના રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનુ દાન મેળવવામાં સફળતા મળી છે.સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જાેષીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં પ્રવર્તેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે આજે રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ વેગવંતી બની છે.અંગદાનની સેવાકીય પ્રવૃત્તિમાં સહાયક તરીકે અમારી પડખે ઉભેલા દિલીપભાઇ દેશમુખ (દાદા) નો અંગદાનના સેવાકીય કાર્યની સુવાસ રાજ્યભરમાં પહોંચાડવામાં મહત્વનો ફાળો રહેલો છે.

Related posts

ઉજ્જૈન મહાકાલ મંદિરમાં મોબાઈલ અને બેગ લઈ જવા પર પ્રતિબંધ

saveragujarat

સોમનાથમાં દિવાળી પર્વમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો

saveragujarat

હોળીનાં છાણાનું એડવાન્સ બૂકીંગ શરૂ થઇ ગયું

saveragujarat

Leave a Comment