Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ખેડૂત નેતાઓએ ફરી વાર દિલ્હીનો ઘેરાવ શરૂ કર્યો

નવી દિલ્હી, તા.૨૦
ખેડૂત નેતાઓએ તેમની માંગણીઓને લઈને ફરી એકવાર દિલ્હીનો ઘેરાવ શરૂ કર્યો છે. કિસાન મહાપંચાયત માટે સોમવારે દિલ્હીના રામલીલા મેદાનમાં હજારો ખેડૂતો ચુસ્ત સુરક્ષા વચ્ચે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી માંગવા માટે એકઠા થયા છે.રામલીલા મેદાનમાં યોજાનારી ખેડૂતોની આ મહાપંચાયતને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે સ્થળ પર ૨,૦૦૦થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કર્યા છે.પોલીસે રવિવારે કહ્યું હતું કે કાર્યક્રમના સુચારૂ સંચાલન માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
ભીડ વ્યવસ્થાપન માટે અને કોઈ અનધિકૃત વ્યક્તિ પ્રવેશે અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડે નહીં તેની ખાતરી કરવા માટે પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.દિલ્હી ટ્રાફિક પોલીસની સલાહ મુજબ, મહાપંચાયતમાં લગભગ ૧૫,૦૦૦-૨૦,૦૦૦ લોકો ભાગ લે તેવી શક્યતા છે. તેઓ રવિવારે રાતથી રામલીલા મેદાન પહોંચે તેવી શક્યતા છે. એક ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય જનતા અને વાહનચાલકોને રામલીલા મેદાનની આસપાસના રસ્તાઓ, ખાસ કરીને દિલ્હી ગેટથી અજમેરી ગેટ ચોક સુધીના જેએલએનમાર્ગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.રવિવારે તેના નિવેદનમાં, ખેડૂત યુનિયનોના સંગઠન યુનાઇટેડ કિસાન મોરચાએ કહ્યું, “કિસાન મહાપંચાયત લઘુત્તમ સમર્થન કિંમત (એમએસપી) પર કાનૂની ગેરંટી માટે દબાણ કરવા માટે આયોજિત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લાખો ખેડૂતો દિલ્હી જઈ રહ્યા છે.અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મોરચાના નેતા દર્શન પાલે કહ્યું, “કેન્દ્રએ ૯ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ લેખિતમાં અમને આપવામાં આવેલી ખાતરીઓ પૂરી કરવી જાેઈએ અને ખેડૂતોને સતત વધતી જતી તકલીફને ઓછી કરવા માટે અસરકારક પગલાં લેવા જાેઈએ.” કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના હવે નાબૂદ કરાયેલા ફાર્મ કાયદા સામે એક વર્ષથી વધુ લાંબા આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આંદોલન દરમિયાન ખેડૂતો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાની અને એમએસપીની કાયદેસર ગેરંટી સહિત ખેડૂતોની પડતર માંગણીઓ પર વિચારણા કરવાની સરકારની ખાતરીને પગલે મોરચાએ ડિસેમ્બર, ૨૦૨૧માં આંદોલન સ્થગિત કર્યું. તેમની માંગણીઓ વિરુદ્ધ હોવાનો આક્ષેપ કરીને, ખેડૂતોના સંગઠને એમએસપી પરની સમિતિને વિખેરી નાખવા માટે કેન્દ્રને વિનંતી પણ કરી છે.

Related posts

વિસનગરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” ત્રિ-દિવસીય મહાઝૂંબેશનું આયોજન,વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિવિધ કેન્દ્રો પર ઉપસ્થિત રહેશે

saveragujarat

વડોદરાની રેલ-પરિવહન સંસ્થા હવે ભારતીય ગતિ શકિત વિશ્વ વિદ્યાલય બની જશે

saveragujarat

ભાજપે ૧૬૦ની યાદી જાહેર કર્યા બાદ આંતરિક વિરોધ

saveragujarat

Leave a Comment