Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

બોરમાં પડેલ બાળકને 9 કલાકે જીવિત બહાર કાઢનાર નાયકોનું કરાયું સન્માન

સવેરા ગુજરાત  જામનગર ,તા 08

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બોરવેલમાં માત્ર 2 વર્ષનો રાજ નામનો બાળક પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગણતરીના સમયમાં જામનગર 108 અને ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં ઓકસીજન આપવાની કામગીરીથી લઈ બાળકને જીવિત બહાર કાઢવા સુધી સતત 9 કલાક “ઓપરેશન જીંદગી” સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. આ ઓપરેશન પર પાડનાર જામનગર ફાયર ટીમ, રિલાયન્સ ફાયર ટીમ તથા 108ની ટીમ એ ભારે જહેમત ઉઠાવી હતી. બોરવેલમાં પડી ગયેલ બાળકને જીવિત બહાર કાઢવાના કિસ્સાઓમાં સફળતાનો રેશિયો ખૂબ ઓછો રહ્યો છે. પણ આ સુપર હીરોની ટીમને કારણે, તેઓના અનુભવ, સૂઝબૂઝને કારણે આ અશક્ય સમાન ઘટના 9 કલાકની જહેમત બાદ શક્ય બની છે. જામનગર જી જી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ, તબીબો પણ ખડે પગે સ્થળ ઉપર હાજર રહ્યા હતા, બાળકને બહાર નિકાળવાથી હોસ્પિટલ સુધી માર્ગ માં જ સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આ તબક્કે ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી જામનગરના ચેરમેન ભાર્ગવ ઠાકર તથા ટીમ દ્વારા ફાયર બ્રિગેડ, જામનગર ટીમના કામિલ મહેતા (સ્ટેશન ફાયર ઓફિસર), રાકેશ ગોકાણી (ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર), અજય પાંડિયન (ફાયર ઓપરેટર), જયંતિ સિંધવ (ફાયર ઓપરેટર), આલાભાઈ ડાંગર (ઇએમટી,108), કમલેશભાઈ કંટારિયા (પાયલોટ,108), એમ.ડી. પરમાર (ફાયર ઓફિસર,કાલાવડ) અને

સમગ્ર ફાયર બ્રિગેડ, કાલાવડ ટીમના અશ્વિન પાટડીયા, આર.કે સુમરા, આર. પી. ગઢવી, આર.સી. પાંડિયન, જે.એ. વડેખણીયા, રિલાયન્સ ફાયર બ્રિગેડ ટીમના રિતેશ રાજ ( ફાયર ઓફિસર, રિલાયન્સ ફાયર બ્રિગેડ), મહેશ જોરા (ફાયર ઓપરેટર, રિલાયન્સ ફાયર બ્રિગેડ સર્વિસ), હર્ષદ પાટીદાર (ફાયર ઓપરેટર, રિલાયન્સ ફાયર બ્રિગેડ સર્વિસ) નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે જામનગરના કલેકટર ભાવિન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું સફળ સંકલન રેડ ક્રોસ સોસાયટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના સભ્ય કિંજલભાઈ કે. કારસરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી સાત દિવસીય વર્કશોપ સંપન્ન

saveragujarat

અમે કાશ્મીરીઓમાં તિરંગા માટે સન્માન ઊભું કર્યું : રાહુલ ગાંધી

saveragujarat

આજથી શરુ થતી નવરાત્રીના હર્ષોઉલ્લાસ સાથે અંબાજી મંદિરમાં માતાજીની ઘટ સ્થાપના કરાઈ, જય અંબેના નાદથી ગુંજયું મંદિર પરિસર…

saveragujarat

Leave a Comment