Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

આજથી શરુ થતી નવરાત્રીના હર્ષોઉલ્લાસ સાથે અંબાજી મંદિરમાં માતાજીની ઘટ સ્થાપના કરાઈ, જય અંબેના નાદથી ગુંજયું મંદિર પરિસર…

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજીમાં નવરાત્રિની ઉજવણીનો આનંદ સાથે પ્રારંભ થયો છે. જેમાં આજે પ્રથમ નોરતે માતાજી ઘટ સ્થાપના કરવામાં આવી હતી. જે બાદ નવ દિવસ સુધી માતાજીની પૂજા કરવામાં આવશે. અંબાજી માતાના મંદિરે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

જોકે, આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની આશંકાને કારણે ચાચર ચોકમાં ગરબા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. પરિણામે અંબાજીનું મંદિર દર્શન માટે જ ખુલ્લું રહેશે. જોકે, અંબાજીમાં માતાજીના દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. મંદિર સવારે 8 થી રાત્રે 9 વાગ્યા સુધી ત્રણ વખત દર્શન માટે ખોલવામાં આવશે.

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય નીચે મુજબ રહેશે

સવારે આરતી 7.30 થી 8.00

સવારે દર્શન 8.00 થી 11.30

બપોરે દર્શન- 12.30 થી 4.15

સાંજે આરતી- 6.30 થી 7.00

જ્યારે દર્શન સાંજે 7.00 થી 9.00 સુધી કરી શકાશે

ઉલ્લેખનીય છે કે દુર્ગાષ્ટમી પર સવારે 6.00 વાગ્યે આરતી અને 11.10 વાગ્યે જવારા ઉત્થાપન થશે.

આજથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. પછી જેના નામે સમગ્ર વિશ્વમાં ગરબા રમાય છે. અંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે સતત બીજા વર્ષે નવરાત્રી ગરબા મહોત્સવ ઉજવાશે નહીં. વર્તમાન કોરોના મહામારીના કારણે, સરકારની નવી માર્ગદર્શિકા મુજબ અંબાજીના ચાચર ચોકમાં ગરબા રમી નહી શકાય.

ગુરુવારથી અંબેનો ચાચર ચોક ખેલૈયાઓ વગર જોવા મળશે. પરંતુ મંદિર મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. જેથી ભક્તો નવરાત્રીના દિવસોમાં માતાજીના દર્શનનો લાભ લઇ શકશે

વર્તમાન કોરોના મહામારીના કારણે, સરકારી માર્ગદર્શિકા મુજબ ચાચર ચોકમાં ગરબા કાર્યક્રમ સતત બીજા વર્ષે મુલતવી રાખવામાં આવ્યો છે. પરંતુ મંદિરમાં દર્શન આરતીનો લાભ લઇ શકશે.

Related posts

કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ ‘ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ’નો પ્રારંભ કરાવ્યો

saveragujarat

OLA એ 1 જ દિવસમાં વહેચ્યા 600 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રિક વાહનો…

saveragujarat

11મા ખેલ-મહાકુંભનો શુભારંભ

saveragujarat

Leave a Comment