Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

અમદાવાદીઓ પાસેથી ટ્રાફિક અને આરટીઓ નિયમના ભંગ માત્ર એક વર્ષમાં દંડ પેટે રૂા. ૯ કરોડ વસૂલાયા

 

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૦
સુરક્ષા અને સલામતી માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ નિયમનો પાલન કરવામાં વાહન ચાલકોને કોઈ રસ નથી. તેના કારણે આરટીઓ અને ટ્રાફિક પોલીસની નાણાં પેટીઓ ફૂલ રહે છે. ટ્રાફિકના નિયમ અને આરટીઓના નિયમનો ભંગ કરવા બદલ કરોડો રૂપિયા દંડ વસુલ કરવામાં આવે છે તેમ છતાં લોકો સુધરવાનું નામ લેતા નથી. આરટીઓ દ્વારા ચેકીંગ કરવા આવતું હોય છે. જેમાં વાહન ઓવર લોડ હોય. વાહનના દસ્તાવેજ ન હોય, ટેક્સ ભર્યો ન હોય, વાહનનું પીયુસી ન હોય અથવા ડ્રાઇવર પાસે લાયસન્સ ન હોય,વાહન કોમર્શિયલ યુઝ થતું હોય અને ટેક્સી પાસિંગ ન હોય, વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ ન હોય તો આરટીઓ દ્વારા દંડ આપવામાં આવે છે. દંડ ન ભરે તો વાહન જપ્ત કરવામાં આવે છે.
અમદાવાદ આરટીઓ આર.એસ. દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં એટલે કે, એપ્રિલ ૨૦૨૧થી એપ્રિલ ૨૦૨૨માં કુલ ૩૯,૬૯૯ કેસ નોંધાયા હતા.જેમાં ૯.૨૧ કરોડ રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો છે. સરેરાશ એક મહિનામાં ૩ હજાર વાહન ચાલકો નિયમનો ભંગ કરતા પકડાય છે. જેમાં જૂન ૨૦૨૧માં ૬ હજારથી વધુ વાહન ચાલકો પર નિયમ ભંગનો કેસ કરવામાં આવ્યો છે. અમદાવાદ આરટીઓ એક વર્ષમાં ૯.૨૧ કરોડ રૂપિયા દંડ વસુલ કર્યો છે. હજુ ટ્રાફિક પોલીસ દંડની રકમ તો અલગ છે.નિયમનો ભંગ ન કરે એટલે માટે જ દંડ ની વ્યવસ્થા કરવામાં આવી છે કે, લોકો દંડ ભરવાના કારણે પણ નિયમોનું પાલન કરશે. તેમ છતાં નિયમોનું પાલન કરતા નથી. પાલન કરાવવા માટે ટ્રાફીક પોલીસ દ્વારા પણ અમદાવાદ શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવ ચાલુ કરવામાં આવી છે. રોંગ સાઈડ અને વાહનમાં હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ ન હોય અથવા તો લાયસન્સ ન હોય તો કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોંગ સાઈડનો દંડ ટુ વહીલર હોય તો ૧૫૦૦ અને ફોર વહીલરના ૩૦૦૦ દંડ ભરે છે.પણ સુધરતા નથી

Related posts

કોવિડ-૧૯ના સંક્રમણને રોકવા બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા પ્રસિધ્ધ જાહેરનામું કરાયું

saveragujarat

આજરોજ નડીયાદ જીલ્લાના વિધાનસભા વિસ્તારોમાં બુથ પ્રમુખોનું સંમેલન યોજાયું હતુ

saveragujarat

જમ્મુ-કાશ્મીરમાં શિક્ષકની હત્યા બાદ ૧૦૦ થી વધુ હિન્દુ પરિવારોએ સ્થળાંતર કર્યું અહેવાલ

saveragujarat

Leave a Comment