Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજ વંદન કર્યુ.

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.26
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભારત દેશ આજે 75 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ વખતે ગણતંત્ર દિવસ વિકસીત ભારત અને ભારત લોકશાહીની માતાની થીમ પર ઉજવાઇ રહ્યો છે આજના દિવસે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

.

ધ્વજ વંદન કાર્યક્રમ પછી પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલ એ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગુજરાતની જનતાને 75માં પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામના. પ્રજાસત્તાક દિવસ ભારત દેશ માટે કેમ મહત્વનું છે તે અંગે જણાવ્યું કે, બંધારણના ઘડવૈયા શ્રી બાબાસાહેબ આબેડકરજીએ તૈયાર કરેલુ બંધારણ આજથી લાગુ કરવામાં આવ્યું હતું. દેશને સ્વતંત્ર કરવા અનેક લડવૈયાઓએ બલિદાન આપ્યું છે અને આ કેટલીય માતાઓ તેમના પુત્રનું બલિદાન આપ્યું છે. ભારત દેશ કેવો હોવો જોઇએ તે આપણા વિર શહિદોની કલ્પના પ્રમાણે નું ભારત બનાવવા આજે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રયાસ કરી રહ્યા છે. આજે દેશનો વિકાસ જોઇએ વિર શહિદોને પણ સંતોષ થતો હશે. આજે શહિદો સાથે તેમના પરિવારજનોને યાદ કરીને તેમની કલ્પનાનું ભારત બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આપણે આપણા અધિકાર નહી પણ આપણા કર્તવ્યોને પણ યાદ રાખી કામ કરવું જોઇએ. સૌ સાથે મળી જે હેતુ માટે શહિદોએ સ્વતંત્ર સંગ્રામમાં શહિદી વ્હોરી છે તેમને આંચ ના આવે તે દિશામાં કામ કરીને ભારત દેશને આગળ લઇ જઇએ.

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન અનુસાર રાજ્યમાં મોડેલ એસ.ટી. બસસ્ટોપની સંખ્યા વધારવામાં આવશે.: હર્ષ સંઘવી

saveragujarat

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન-રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

saveragujarat

રાજ્યમાં આચારસંહિતા ભંગના ૨૯,૮૪૪ કેસ

saveragujarat

Leave a Comment