Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અકસ્માત રોકવા અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે તમે પણ સતર્ક બનો

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.13
અમદાવાદમાં અકસ્માતના વધતા જતા બનાવોને લઈ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે જેના ભાગરૂપે અવેરનેસને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો..અમદાવાદ વાસીઓ ટ્રાફિકના નિયમો તોડવામાં અવ્વલ રહેતા આવ્યા છે. છેલ્લા વર્ષના આંકડાઓ જોઈએ તો રોડ પર ટુ વહીલર ચલાવનાર 50 ટકાથી વધુ લોકો મોતનો શિકાર બન્યા છે. પરંતુ ટુ વહીલર ચલાવનાર થોડા સતર્ક સજાગ બને તો આ આંકડો ઓછો થઈ શકે છે.અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક ઉમદા કાર્ય થકી ચાલક અને સાથે સવારની સુરક્ષાને લઈ અવેરનેસ વધુ ફેલાય તે માટે અમદાવાદ હેડ ક્વાર્ટર ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ થી લઈ ટ્રાફિક કર્મીઓ જોડાયા હતા જેઓ દ્વારા નાના બાળકોને 50 જેટલા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું..જો શહેર ટ્રાફિક પોલીસ તમારા જીવની રક્ષા માટે સજ્જ બનતી હોય તો એક નાગરિક તરીકે તમારી પણ તે જવાબદારીને સ્વીકારી સતર્ક રહેવાની ફરજ બને છે. સાહેબ રફતારમાં જ્યારે પોતાના અંગતનો જીવ આમ અકસ્માતમાં જાય છે ત્યારે તેની વેદના અને ખોટ ઘેર તેના પરત આવવાની રાહ જોતા પરિવારજનો જ સમજી શકે છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની કામગીરીને ખરેખર સલામ છે જે આવા ઉમદા કાર્ય થકી તમને જાગૃત થવા પ્રેરણા અને એક સલામતીનો સંદેશ આપી જાય છે.

Related posts

ગુજરાતમાં વીજદળના ભાવમાં વધારો ઝીંકાયો

saveragujarat

ગુજરાતનું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે નરેન્દ્ર મોદીજી ના જન્મ દિવસ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

saveragujarat

ISISના મોડ્યુલનો પર્દાફાશ થયો, પોરબંદરથી ચારની ધરપકડ કરાઈ

saveragujarat

Leave a Comment