Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદ ખાતે પતંગ મહોત્સવનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી. જયશ્રી રામનો અયોધ્યાનો પતંગ ઉડયો.

સવેરા ગુજરાત, , અમદાવાદ તા. 07 જાન્યુઆરી,

અમદાવાદ,   અમદાવાદ સહિત 5 શહેરમાં પતંગ મહોત્સવનો પ્રારંભ થયો. અમદાવાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો શુભારંભ કરાવ્યો. મુખ્યમંત્રી દ્વારા I LOVE GUJARAT સહિત ત્રણ પતંગો ચગાવ્યા હતા.

અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો શુભારંભ થયો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીઓ મુળુભાઈ બેરા, જગદીશભાઈ પંચાલ સહિત વિવિધ વિસ્તારના ધારાસભ્યો, પ્રવાસન નિગમના અધિકારીઓ સહિત લોકો ઉપસ્થિત રહયા હતા.

7 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવ યોજાશે. જેમાં 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજ, 12 રાજ્યના 68 રાષ્ટ્રીય પતંગબાજ, ગુજરાતના 23 શહરેના 856 પતંગબાજે ભાગ લીધો છે. પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે. અમદાવાદ ખાતે વિવિધ દેશોથી આવેલ પતંગબાજો દ્વારા અવનવા તોતિંગ આકારના ફૂટબોલ, ચક્ર, મોર તેમજ અન્ય પ્રકારના પતંગો ચગાવ્યા હતા તો ક્યાંક એક સાથે 200 ઉપરના પતંગ ચગાવતા નજરે ચઢ્યા હતા.અમદાવાદ સાથે રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

ગિરધરનગર સર્કલ પાસે આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગમાં લાગી આગ

saveragujarat

ધોરણ-૧માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો

saveragujarat

નર્સનો હોસ્પિટલમાંથી જ ગળેફાંસો ખાધેલો મળ્યો મૃતદેહ

saveragujarat

Leave a Comment