Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

નર્સનો હોસ્પિટલમાંથી જ ગળેફાંસો ખાધેલો મળ્યો મૃતદેહ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૬
શહેરની એસએમએસ હોસ્પિટલની ૨૪ વર્ષિય નર્સનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાક મચી ગઇ છે. આ નર્સ જીમીબેન પરમાર ૧૨મી જાન્યુઆરીથી ગુમ હતા. જ્યારે ૧૫મી જાન્યુઆરીનાં રોજ તેમનો ગળેફાંસો ખાધેલી હાલતમાં હોસ્પિટલના સાતમે માળેથી મૃતદેહ મળ્યો હતો. જે બાદ પરિવારે હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ અંગે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં ૧૨મી જાન્યુઆરીથી જીમીબેન પરમાર ગુમ હતા. આ અંગે હોસ્પિટલ તંત્રએ પરિવારને જાણ કરી હતી કે, જીમીબેન હોસ્પિટલમાં નથી. જે બાદ પરિવારે હોસ્પિટલની બહાર તમામ જગ્યાએ દીકરીની શોધખોળ કરી પરંતુ તેની ભાળ ક્યાંયથી પણ મળી ન હતી. જે બાદ ૧૫મી તારીખે હોસ્પિટલનાં સાતમે માળેથી વાસી ઉત્તરાયણનાં દિવસે જીમીબેનનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જે બાદ હોસ્પિટલ તંત્રએ આ અંગે ચાંદખેડા પોલીસે જાણ કરી હતી. નોંધનીય છે કે, હોસ્પિટલનો સાતમો માળ બંધ હાલતમાં જ છે. ત્યાં કોઇની અવરજવ રહેતી નથી. મૃતદેહ મળ્યા બાદ જીમીબેનનાં પરિવારે હોસ્પિટલ તંત્ર પર અનેક મોટા આક્ષેપો કર્યા છે. જીમીબેનનાં ભાઇએ આ અંગે જણાવ્યુ હતુ કે, ૧૨મી તારીખે અમને બપોરે અઢીથી ત્રણ વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે, જીમીબેન હોસ્પિટલમાં નથી તમે તાત્કાલિક અહીં આવી જાવ. તેમણે જણાવ્યું કે, બે કલાકથી તેઓ અહીં નથી. જેથી અમારી જવાબદારી છે કે તમને જાણ કરીએ. આ બાદ તેમણે જણાવ્યુ કે, હોસ્પિટલને અમે કહ્યું કે, અમને સીસીટીવી બતાવો પરંતુ તેમાં જણાવ્યુ કે, અમારી સીસીટીવી કેમેરા નથી ચાલી રહ્યા. તો અમે પૂછ્યું કે, તો તમે કઇ રીતે તપાસ કરી? ત્યારે એડમિનના મોટા મેડમે જણાવ્યું કે, હોસ્પિટલનાં અમે તમામ બાથરૂમ, રૂમ બધી જગ્યાએ તેમને શોધ્યા છે. પરંતુ ક્યાંય તે નથી. પરંતુ એક સિક્યુરિટી ગાર્ડે તેમને હોસ્પિટલની બહાર જતા જાેઇ છે. જેથી અમે તે દિવસથી આજ સુધી અમે અમારી બેનને હોસ્પિટલની બહાર તમામ જગ્યાએ શોધતા હતા. જ્યારે આજે અમને ખબર પડી છે કે બેનનો હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યો છે. ત્યારે શું હોસ્પિટલે જ અમને ગેરમાર્ગે નથી દોર્યા? હોસ્પિટલનાં સાતમા માળે કોઇપણ જાય તો ચાલવાનો ડર લાગે એવું છે તો અહીં બીયુ પરમિશન કોને આપી તે પણ મોટો પ્રશ્ન છે. અમે એક પ્રશ્ન હોસ્પિટલનાં પ્રસાશનને પૂછીએ છીએ કે, જે કાંઇપણ આ થયું છે તે માટે તેઓ જવાબદાર નથી?

Related posts

રાજ્યપાલના હસ્તે જૂનાગઢમાં વિદ્યાભવનનો શિલાન્યાસ સંપન્ન

saveragujarat

જામનગર મોટી ખાવડી ખાતે આવેલ રિલાયન્સ ના મોલ માં આગ

saveragujarat

કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું

saveragujarat

Leave a Comment