Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગિરધરનગર સર્કલ પાસે આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગમાં લાગી આગ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૭
શહેરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. શાહીબાગ વિસ્તારમાં આવેલા ગિરધનગર સર્કલ પાસે આ આગાની ઘટના બની હતી. અહીં આવેલા ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગના સાતમા માળે આગ લાગી હતી. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. ત્યારે ફાયર વિભાગની ૧૫ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ પણ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. બાદમાં ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સિવાય આગમાં ફસાયેલી એક બાળકીનો જીવ બચાવ્યો હતો. જ્યારે ચાર સભ્યો પોતાની જાતે જ સલમાત રીતે બહાર આવી ગયા હતા. ફાયર વિભાગે બેડરુમમાં ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શાહીબાગ વિસ્તારમાં આવેલા ગિરધરનગર સર્કલ પાસે ગ્રીન ઓર્કિડ નામની બિલ્ડીંગ આવેલી છે. અહીં સાતમા માળે સવારના સાતેક વાગ્યાના સુમારે એક મકાનમાં આગ લાગી હતી. બનાવની જાણ થતાં અહીં ભારે અફરાતફરી સર્જાઈ હતી. બનાવની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ૧૫ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવા માટે અને અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જાે કે, આગ લાગતા પરિવારના ચાર સભ્યો પોતાની રીતે સલામત બહાર આવી ગયા હતા. પરંતુ બેડરુમમાં એક બાળકી ફસાઈ ગઈ. જેને ફાયર વિભાગે બચાવી લીધી અને તે દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.ભારે જહેમત બાદ ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સાથે જ અંદર ફસાયેલી એક બાળકીનો જીવ પણ બચાવી લીધો હતો. જાે કે, આગ લાગતા લોકો દાઝી ગયેલી બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. કમનસીબે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવતા સ્થાનિક લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર વિભાગના જણાવ્યા મુજબ, આ બિલ્ડીંગ ૧૨ માળની છે. સાતમા માળે આવેલા બી ૭૩ મકાનમાં આગનો બનાવ બન્યો હતો.ફાયર વિભાગના જણાવ્યા મુજબ, આ મકાનમાં જીરાવાલા પરિવાર રહે છે. ચાર સભ્યો પોતાની રીતે સહી સલામત બહાર આવી ગયા હતા. બેડરુમમાં ફસાયેલી બાળકીને બચાવી લેવામા આવી હતી અને સારવાર માટે ખસેડવામા આવી હતી. ફાયર વિભાગે ૫૦ મિનિટ જેટલું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવવામાં આવ્યું હતું. પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગેસ ગીઝરમાં આગ લાગી હતી. જે બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણી અને ચૂંટણીમાં જ્ઞાતિ-જાતિના સમીકરણો

saveragujarat

વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશના નેતાઓ પ્રિયંકા ગાંધીએ દિલ્હીનું આમંત્રણ પાઠવાયું

saveragujarat

લખનૌને હરાવી ચેન્નઈએ પ્રથમ જીતનું ખાતું ખોલાવ્યું

saveragujarat

Leave a Comment