Savera Gujarat
Other

સુરતમા હિજાબનો વિવાદીત મામલો: પી પી સવાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતાં વિવાદ સર્જાયો,12 કાર્યકરોની અટકાયત

સવેરા ગુજરાત/સુરત:- ગુજરાતમાં ફરી હિજાબ વિવાદ વકર્યો છે. આજે સુરતમાં હિજાબને લઈ ફરી વિરોધ જોવા મળી રહ્યો છે. કાપોદ્રાની પી પી સવાણી સ્કૂલમાં હિજાબને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. આજે પરીક્ષા હોવાથી બહારથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. ત્યારે હિજાબ વિવાદમાં હિન્દૂ સગઠન દ્વારા વિરોધ કરાયો છે. કેટલીક યુવતીઓ હિજાબમાં પરીક્ષા આપવા માટે આવી હતી. ત્યારે હિન્દૂ સગઠન દ્વારા વિરોધ કરાયો છે. આ ઘટનામાં છેલ્લે મળતી માહિતી પ્રમાણે આ ઘટનાને લઈને પોલીસ પહોંચી હતી અને 12 જેટલા હિન્દુ સગઠનના કાર્યકરોની અટકાયત કરી હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કર્ણાટકનો હિજાબ વિવાદ વધુ ગરમાઈ રહ્યો છે, જેના પડઘા હવે ગુજરાતમાં શરૂ થયા છે. આજે સુરતના વરાછામાં કાપોદ્રાની પી પી સવાણી સ્કૂલમાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર ભેગા થઈ ગયા અને વિરોધ કરતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, અગાઉ પણ ગુજરાતમાં હિજાબ વિવાદની સુરતથી એન્ટ્રી થઇ ગઈ છે. સુરતમાં અગાઉ સોશિયલ મીડીયામાં એક પોસ્ટર ફરી રહ્યું હતું. જેમાં હિજાબ મામલે રેલીનું આહવાન કરાઇ રહ્યું હતું. સોશિયલ મીડીયામાં ફરતા પોસ્ટરોથી તંત્રની ચિંતામાં વધારો થયો હતો. હાલ ગુજરાતી વિદ્યાર્થીઓનો એક જ મત શિક્ષણમાં આવું થવું જોઇએ. હિજાબ V/S કેસરી ખેસ શિક્ષણના ધામમાં ન જોઇએ. બોર્ડર પર સૈનિક કોઈ ધર્મને જોઈને સુરક્ષા કરતો નથી. તો અહીં શિક્ષણમાં આવું કેમ?


 

Related posts

વિશ્વ સાયકલ દિવસ નિમ્મીતે મહેસૂલ મંત્રી અને આરોગ્યમંત્રી દ્વારા અમદાવાદ ખાતે સાયક્લોથોનનો લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો

saveragujarat

લુપ્ત થતી ચકલીને બચાવવા આ ગ્રુપનું અનોખું અભિયાન

saveragujarat

60મા જન્મ દિવસે 60 હજાર કરોડ રૂપિયાનું દાન કરશે

saveragujarat

Leave a Comment