Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

શિષ્યવૃત્તિમાં ભાગ પડાવતા શાળાના ૨ કર્મચારીઓ લાંચ માંગતા ઝડપાયા

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૩
સામાન્ય રીતે શિક્ષણમાં આર્થિક રીતે નબળા પરીવારોને મદદ કરવા માટે લોકો આગળ આવતા હોય છે. સરકાર પણ આવા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે શિષ્યવૃત્તી આપતી હોય છે. જેથી આર્થિક રીતે નબળા પરિવારના બાળકો શિક્ષણ મેળવવાથી વંચિત ના રહી શકે. ત્યાં વળી આવા વિદ્યાર્થીઓની સરકારી શિષ્યવૃત્તિમાં જ ભાગ પડાવતા શાળાના ૨ કર્મચારીઓ લાંચ માંગતા ઝડપાયા છે.સમાજમાં આર્થિક રીતે નબળા પરિવારના બાળકો શિક્ષણ મેળવવામાં પાછળ ના રહી જાય એ માટે સૌ કોઈ મદદનો પ્રયાસ કરતુ હોય છે. શિક્ષણ માટે આર્થિક થી લઈને અન્ય સુવિધાઓની પણ મદદ પૂરી પાડવામાં આવવા સમાજમાંથી દરેક લોકો તત્પર રહેતા જાેવા મળતા હોય છે. પરંતુ અમદાવાદના નરોડાની શાળાના બે કર્મચારીઓએ જાણે કે શરમ નેવે મૂકી હોય એમ વિદ્યાર્થીનીની શિષ્યવૃત્તીની રકમમાંથી ભાગ માંગી લીધો હતો. એ પણ મળનારી રકમના લગભગ ત્રીજા ભાગ જેટલી રકમ લાંચ રુપે માંગી હતી. જાેકે આ મામલે વિદ્યાર્થીના પિતાએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને ત્યાં શાળાના ક્લાર્ક અને પટ્ટાવાળાની દાનત અંગેની ફરિયાદ કરી હતી. જેથી અન્ય વિદ્યાર્થીઓના પણ હકની રકમમાં ભાગ માંગવામાં આવતો હોય તો તે અટકી શકે. એસીબીએ ફરિયાદને પગલે છટકું ગોઠવતા ક્લાર્ક અને પટ્ટાવાળા બંને જણાં ઝડપાઈ આવ્યા છે.અમદાવાદ એસીબીને મળેલી ફરિયાદ મુજબ વિદ્યાર્થીનીના પિતાએ આ અંગેની માહિતી આપી હતી. તેઓએ ફરિયાદ આપતા બતાવ્યુ હતુ કે, તેમની પુત્રી નરોડામાં આવેલ ઉમિયા શિક્ષણ ટ્રસ્ટ સંચાલિત ઉમા શિક્ષણ તીર્થ શાળામાં અભ્યાસ કરે છે. શાળામાં ધોરણમાં ૧૨માં અભ્યાસ કરતી તેમની દિકરીને સરકારી શૈક્ષણિક શિષ્યવૃત્તી મળવાપાત્ર હતી. જેને લઈ આ સ્કોલરશીપની રકમ બેંકના ખાતામા સીધી જ જમા થઈ હતી.જે જમા થયેલ રકમમાંથી ૧૨ હજાર રુપિયાની લાંચની માંગણી શાળાના ક્લાર્ક નિકેત પટેલે કરી હતી. ફરિયાદીની પુત્રીને અનુસૂચીત જનજાતીની મળવાપાત્ર સ્કોલરશીપ મળેલ હતી. જેની રકમ ૩૨,૩૦૦ રુપિયા બેંકના ખાતામાં જમા થયેલ. આમ જમા થયેલ રકમમાંથી ૧૨ હજાર રુપિયા એટલે કે ત્રીજા હિસ્સા જેટલી રકમને લાંચ સ્વરુપે ક્લાર્ક દ્વારા માંગણી કરવામાં આવી હતી.આ માટે લાંચની રકમને લઈ છટકું ગોઠવવામાં આવતા કલાર્ક નિકેત પટેલના કહેવાથી આરોપી પટ્ટાવાળા શિવાજી ઠાકોરે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણાંનો સ્વીકાર કર્યો હતો. આમ એસીબીએ ક્લાર્ક અને પટ્ટાવાળા બંનેની અટકાયત કરીને કાર્યવાહી શરુ કરી હતી.ઝડપાયેલા આરોપી૧.નિકેત દીનેશ ભાઇ પટેલ, ક્લાર્ક, ઉમા શિક્ષણ તીર્થ, સાયન્સ વિભાગ, નરોડા, અમદાવાદ.૨.શિવાજી માઘાજી ઠાકોર, પટ્ટાવાળા, ઉમા શિક્ષણ તીર્થ, સાયન્સ વિભાગ, નરોડા, અમદાવાદ

Related posts

ગુજરાત એટીએસે 20 કરોડના ડ્રગ્સ સાથે દિલ્લીમાંથી અફઘાની યુવકને ઝડપી લીધો

saveragujarat

માર્ચ માસમાં દેશમાં જીએસટીની આવક ૧,૪૨,૦૯૫ કરોડ થઈ

saveragujarat

યુએન મહેતા હોસ્પિ.ના તબીબ દ્વરા મહિલા સાથે અભદ્ર વર્તન

saveragujarat

Leave a Comment