Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ૨-૧થી ટેસ્ટ શ્રેણી જીતી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૩
અમદાવાદના મોટેરા ખાતેના સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ ક્રિકેટ મેચ ડ્રો રહી. આ સાથે જ ભારતીય ટીમે ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨-૧થી જીતી લીધી છે. આ ઉપરાંત ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે અંતિમ બોલ પર શ્રીલંકાને હરાવ્યું હતું. જેના કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પહોંચી ગઈ છે. ચોથી ટેસ્ટમાં કાર્યકારી સુકાની સ્ટિવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં પ્રથમ દાવમાં ૪૮૦ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે ૫૭૧ રનનો સ્કોર ખડક્યો હતો. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે ૧૭૫ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ત્યારે મેચનું પરીણામ આવી શકે તેમ ન હતું અને બંને ટીમોએ ટેસ્ટ ડ્રો કરાવવાનો ર્નિણય લીધો હતો. આ સાથે જ ભારતે ચાર મેચની સીરિઝ ૨-૧થી જીતી લીધી છે.આ મેચમાં ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીએ ૨૦૧૯ બાદ પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. કોહલીએ પ્રથમ દાવમાં ૩૬૪ બોલનો સામનો કરતાં ૧૫ ચોગ્ગાની મદદથી ૧૮૬ રનની લાજવાબ ઈનિંગ્સ રમી હતી. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની ૭૫મી સદી હતી. તેની આ ઈનિંગ્સ બદલ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાએ પણ પ્રથમ દાવમાં ૧૮૦ રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જ્યારે ભારત માટે યુવાન ઓપનર શુભમન ગિલે પણ ૧૨૮ રનની ઈનિંગ્સ રમીને ટીમમાં પોતાની દાવેદારી વધારે મજબૂત કરી દીધી છે.આ સીરિઝમાં તરખાટ મચાવનારા ભારતના બે સ્ટાર સ્પિનર રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને સંયુક્ત રીતે મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં વ્યા હતા. અશ્વિને ચાર મેચમાં ૨૫ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ ચાર મેચમાં ૨૨ વિકેટ પોતાના નામે કરી હતી. ૪૨ રનમાં સાત વિકેટ જાડેજાનું સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ પ્રદર્શન રહ્યું હતું. જ્યારે ૯૧ રનમાં છ વિકેટ અશ્વિનનું સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ પ્રદર્શન રહ્યું હતું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના અનુભવી સ્પિનર નાથન લાયને પણ ચાર મેચમાં ૨૨ વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે ટોડ મર્ફીએ ૧૪ વિકેટ ઝડપી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝ રમાઈ હતી જેમાં પ્રથમ ત્રણેય મેચ ફક્ત ત્રણ દિવસની અંદર જ સમેટાઈ ગઈ હતી. જેમાં સ્પિનર્સનો દબદબો રહ્યો હતો. પ્રથમ ટેસ્ટ નાગપુરમાં રમાઈ હતી. જેમાં ભારતનો એક ઈનિંગ્સ અને ૧૩૨ રને વિજય થયો હતો. આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૧૭૭ અને બીજા દાવમાં ૯૧ રન નોંધાવ્યા હતા. જ્યારે ભારતે પ્રથમ દાવમાં ૪૦૦ રન નોંધાવ્યા હતા. બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ છ વિકેટે વિજય નોંધાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૨૬૩ અને બીજા દાવમાં ૧૧૩ રન નોંધાવ્યા હતા. જ્યારે ભારતે પ્રથમ દાવમાં ૨૬૨ અને બીજા દાવમાં ચાર વિકેટે ૧૧૮ રન નોંધાવ્યા હતા. પ્રથમ બે ટેસ્ટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં વળતો પ્રહાર કર્યો હતો અને આ ટેસ્ટ નવ વિકેટે જીતી લીધી હતી. પ્રથમ દાવમાં ભારત ૧૦૯ રનમાં આઉટ થઈ ગઈ હતી જ્યારે બીજાે દાવ ૧૬૩ રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૧૯૭ રન નોંધાવ્યા હતા જ્યારે બીજા દાવમાં એક વિકેટે ૭૮ રન નોંધાવ્યા હતા. જ્યારે અમદાવાદમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

Related posts

કાર્નિવલનો સમય સાંજે ૬થી રાત્રે ૯ કલાક સુધીનો રહેશે

saveragujarat

જૂનુ મકાન પચાવી પાડવાની આડમા યુવક કે, માલિકની હત્યા કરી નાંખી

saveragujarat

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની હાલત ઘણી ખરાબ

saveragujarat

Leave a Comment