Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઉત્તરાખંડમાં ગંગોત્રી પાસે ગુજરાતીઓની બસ ખીણમાં ખાબકતા સાતના મોત થયા

ઉત્તરાખંડ, તા.૨૦
રાજ્યમાં અવારનવાર વાતાવરણમાં પલટો આવતો હોય છે. જેને કારણે લેન્ડસ્લાઇડિંગ સહિતની દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગંગોત્રી નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ગુજરાતી યાત્રિકો ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. એસડીઆરએફ અને એનડીઆરએફ સહિતની તમામ ટીમો બચાવ કામગીરીમાં જાેડાઈ ગઈ હતી.મળતી માહિતી પ્રમાણે, ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઇવે પર ગુજરાતી યાત્રિકો ભરેલી બસ ખીણમાં ખાબકી છે. આ બસમાં કુલ ૩૫ જેટલા મુસાફરો હતા. તેમાંથી કુલ ૭ મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે ૨૮ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.હાલ પ્રાથમિક માહિતી પ્રમાણે, બસમાં સુરતના ત્રણ યાત્રી, ભાવનગરના ૮ યાત્રી, તળાજા-ત્રાપજ-કઠવાના ૧૬ યાત્રી અને મહુવાના ૨ યાત્રી સવાર હતા. ખીણમાં ખાબકેલી બસ ભાવનગરમાં આવેલી શ્રી હોલિડે ટ્રાવેલ્સની બસ હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે ગુજરાત સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનર સાથે સતત સંપર્કમાં છે. ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ આ મામલે જણાવ્યુ હતુ કે, પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને ૨૮ જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઉત્તરાખંડ રાજ્યના એસડીઆરએફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જાેડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે.ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ હતી. જેમાં ૩૩ જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બસમાં ડ્રાઇવર-ક્લિનર સહિત કુલ ૩૫ લોકો સવાર હતા. તેમાંથી ૨૮ લોકોનું સહીસલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે સાત વ્યક્તિનાં મોત નીપજ્યા છે. હાલ એસડીઆરએફ-એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત પોલીસ અને ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ વિભાગ અને જિલ્લા પ્રશાસનના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. એક અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે, જાે વાતાવરણ સારુ રહેશે તો તમામ ઇજાગ્રસ્તોને ચોપરના માધ્યમથી દહેરાદૂન હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવશે.

Related posts

નૂપુર શર્મા હતી રશિયામાં પકડાયેલા આઇએસના આત્મઘાતી હુમલાખોરની ટાર્ગેટ

saveragujarat

મોતના ત્રણ દિવસ પહેલા તુનિષાએ મમ્મીને મોકલી હતી વોઈસ નોટ

saveragujarat

રાજસ્થાનના મેવાડના નાથદ્વારાની પાવનધરાના નીલ વાવડી ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

saveragujarat

Leave a Comment