Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મોતના ત્રણ દિવસ પહેલા તુનિષાએ મમ્મીને મોકલી હતી વોઈસ નોટ

સવેરા ગુજરાત,મુંબઈ, તા.૮
અલીબાબાઃ દાસ્તાન-એ-કાબૂલની રાજકુમારી મરિયમ એટલે કે એક્ટ્રેસ તુનિષા શર્માએ ૨૦ વર્ષની વયે જ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. ૨૪ ડિસેમ્બરે તુનિષાએ શોના સેટ પર આત્મહત્યા કરી હતી. તુનિષાએ આત્મહત્યા કેમ કરી તેનું યોગ્ય કારણ ૧૫ દિવસની પોલીસ તપાસ બાદ પણ હજી સામે નથી આવ્યું. તુનિષાના મોત માટે તેની મમ્મી વનિતા શર્મા તેના કો-એક્ટર અને પૂર્વ પ્રેમી શીઝાન ખાનને જવાબદાર ગણાવી રહી છે. તુનિષાની મમ્મીની ફરિયાદ બાદ પોલીસે શીઝાનની ધરપકડ કરી હતી અને હાલ તે જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. શીઝાનના પરિવારનું કહેવું હતું કે, તુનિષાના તેની મમ્મી સાથેના સંબંધો સારા નહોતા. સાથે જ તેની પાસે રૂપિયાની કમી રહેતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હવે વિનિતા શર્માએ આ મુદ્દે ખુલાસા કર્યા છે. વનિતા શર્માએ હાલમાં જ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં શીઝાનના પરિવારે લગાવેલા આરોપને ફગાવ્યા છે. સાથે જ મોતના ત્રણ દિવસ પહેલા તુનિષાએ મોકલેલી વોઈસ નોટ સંભળાવી છે અને તેની સાથેની ચેટ પણ બતાવી છે. વનિતા શર્માના કહેવા પ્રમાણે, આ મેસેજ ૨૧ ડિસેમ્બર ૨૦૨૨નો છે. વનિતાએ તુનિષાના પાલતુ ડોગ નોડીને પહેલીવાર ખોળામાં લીધો હતો અને તેની સાથે ફોટો પડાવ્યા હતા. જે તેમણે તુનિષાને મોકલ્યા હતા. આ જાેઈને તે ખૂબ ખુશ થઈ હતી. તેણે મમ્મીને વોઈસ નોટ મોકલી હતી જેમાં કહ્યું હતું, “મમ્મા હું તમને કહી નથી શકતી કે તમને કેટલો પ્રેમ કરું છું. તમે મારા માટે જે કંઈપણ કરી લો છોને, હું તમને બહુ પ્રેમ કરું છું જાનુ. હું જલ્દી જ ઘરે આવીશ અને પછી તમારી સાથે ઊંઘી જઈશ.”
શીઝાનના પરિવારે આક્ષેપ કર્યો હતો કે તુનિષા પાસે હંમેશા રૂપિયાની કમી રહેતી હતી. આ મુદ્દે વનિતા શર્માએ કહ્યું,”ત્રણ મહિનામાં મેં તુનિષાને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. મને નથી ખબર કે તેણે આ રૂપિયા ક્યાં વાપર્યા હતા. તુનિષા શીઝાનને નશો કરવા રૂપિયા આપતી હતી. તેના પરિવારના લોકોને બર્થ ડે ઉજવતી હતી. મારી ગાડી ફક્ત તેને લેવા-મૂકવા જતી હતી. શીઝાન અને તેના પરિવાર માટે તેણે પોતાના ફ્રેન્ડ્‌સ પાસેથી પણ રૂપિયા ઉધાર લેવાનું શરૂ કર્યું હતું. મારી દીકરી એકદમ બદલાઈ ગઈ હતી.”વનિતા શર્માના કહેવા પ્રમાણે, તુનિષા લેહ-લદ્દાખની ટ્રીપ પરથી પાછી આવી ત્યારે તેણે શીઝાન અંગે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, તે શીઝાનને પસંદ કરે છે. જેના જવાબમાં વનિતાએ દીકરીને શો પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. વનિતા શર્માનું કહેવું છે કે, શૂટિંગ પૂરું થયા પછી કોઈને કોઈ બહાને શીઝાનની મમ્મી અને બહેન તેને પોતાના ઘરે બોલાવતા હતા. તેમને જે કંઈપણ પસંદ નહોતું તે તેઓ તુનિષા પાસે કરાવતા હતા.

Related posts

૨૨ કલાકમાં જૂનાગઢમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ

saveragujarat

ગુજરાતમાં એક પછી એક મોટો રેકેટ સામે આવી રહ્યા છે એટીએસે સૌરાષ્ટ્રમાંથી ૧૮ ગેરકાયદે હથિયાર સાથે ૯ને ઝડપ્યા

saveragujarat

દીકરીએ ભાગીને લગ્ન કર્યા અને બાળક પણ થયું તેમ છતાં પરિવારે ન સ્વીકારી

saveragujarat

Leave a Comment