Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વાહન ટકરાતાં યુવકને ફટકારી મહિલા જાેડે અસભ્ય વર્તન

સવેરા ગુજરાત,સુરત, તા.૨૦
ઇચ્છાપોર વિસ્તારમાં સામાન્ય વાહન અથડાવવા બાબતે ટકોર કરવા ગયેલા યુવક સાથે મારામારી કરી મહિલા જાેડે અસભ્ય વર્તન કરતાં પોલીસકર્મીઓ પર લોકોનું ટોળું તૂટી પડ્યું હતું. જે સમગ્ર ઘટનાનો વીડિયો મોડી સાંજે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. આ ઘટનામાં પોલીસ જવાન અને સામાપક્ષ બંને તરફથી આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. જે ઘટના પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે. ઘટનાના અલગ-અલગ વીડિયો સામે આવ્યા છે. જે વીડિયોમાં લોકો કાયદો હાથમાં લેતા જાેવા મળી રહ્યા છે, બીજા વીડિયોમાં પોલીસ જવાન સાદા ડ્રેસમાં હોબાળો મચાવી એક યુવકને દંડા વડે માર મારી ઝપાઝપી કરતા જાેવા મળી રહ્યો છે. મોડી સાંજે બનેલી ઘટનામાં પોલીસ જવાન અને મહિલા સહિત ત્રણ લોકોને ઇજા થતાં હોસ્પિટલ ખાતે સારવાર લેવાની ફરજ પડી હતી. જ્યારે ઘટના અંગે ઇચ્છાપોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં લાઈવ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં સાદા ડ્રેસમાં રહેલા પોલીસ જવાનને ટોળામાં રહેલા કેટલાક લોકો માર મારતા જાેવા મળી રહ્યા છે. જે મારામારી ઘટનામાં મહિલાઓ પણ નજરે પડી રહી છે. ઇચ્છાપોર પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, મનોજ રાઠોડ નામનો યુવક પોતાની મામીને મોટર સાયકલ ઉપર બેસાડી ઇચ્છાપોર ખાતે આવેલી હોસ્પિટલથી ઘરે લઇ જઈ રહ્યો હતો. જે દરમિયાન પાછળથી આવી રહેલા અન્ય વાહન મનોજની બાઇક સાથે ભટકાયું હતું. જેના કારણે વાહન ધીરે હંકારવા જણાવતા ચાલક રોષે ભરાયો હતો. મનોજ અને અન્ય વાહનચાલક વચ્ચે તુંતું મેંમેં અને શાબ્દિક ટપાટપી થઈ હતી. જે બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. સ્થળ પર જ મનોજ અને અન્ય વાહન ચાલક વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. આ વચ્ચે અન્ય વાહનમાં સવાર પોલીસ જવાને પોતાના અન્ય માણસોને સ્થળ પર બોલાવી લીધા હતા. જેના કારણે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. પોલીસ જવાન અને તેના માણસો દ્વારા મનોજ રાઠોડને માર મારી તેની મામી જાેડે પણ અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. ત્યાં સુધી કે ઝપાઝપીમાં મનોજ રાઠોડની મામીના કપડા પણ ફાટી ગયા હતા. જેના કારણે લોકોમાં પણ ભારે રોષ જાેવા મળ્યો હતો. જાેતજાેતાંમાં મામલો વધુ તંગ બન્યો હતો અને લોકોનું ટોળું પોલીસ જવાન અને તેના માણસો પર તૂટી પડ્યું હતું. મારામારીની આ સમગ્ર કોઈ શખ્સ દ્વારા મોબાઇલમાં રેકોર્ડ કરવામાં આવી હતી. મોબાઇલમાં ઉતારેલા મારામારીના અલગ-અલગ લાઇવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક વીડિયો એવો પણ છે કે, જ્યાં પોલીસ જવાન અને તેના માણસો દ્વારા યુવકો પર દંડાવાળી કરી દેવામાં આવી હતી. બીજા વીડિયોમાં એ પણ સામે આવ્યું છે કે, લોકાના ટોળા દ્વારા પોલીસ જવાન અને તેના માણસો પર જીવલેણ હુમલો પણ કરવામાં આવે છે. જેમાં મહિલાઓ સહિત કેટલાક શખ્સો લાકડી અને છુટ્ટાહાથથી પોલીસ જવાનને માર મારતા નજરે પડે છે. એટલું જ નહીં પરંતુ એક શખ્સ તો પાછળથી પોલીસ જવાનને માથાના ભાગે ધિકકામુક્કીનો માર મારતો પણ જાેવા મળી રહ્યો છે. માત્ર સામાન્ય બાબતથી શરૂ થયેલી બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ હતી. ઘટના બનતાની સાથે ઈચ્છાપોર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. જે બાદ સમગ્ર મામલો ઇચ્છપોર પોલીસ મથકે પહોંચતા પોલીસે બંને પક્ષના લોકોને સાંભળી કાર્યવાહીની તજવીજ શરૂ કરી છે.

Related posts

અમદાવાદ એરપોર્ટના અગાઉના રિ-કાર્પેટીંગમાં જબરી ગેરરીતિનો ઘટસ્ફોટ : ઉચ્ચ અધિકારીઓને છાવરાયા

saveragujarat

ભાવનગર GST નાં બે અધિકારીઓ જ કરચોરી કૌભાંડમાં સામેલ: ધરપકડ કરવામાં આવી

saveragujarat

યુક્રેન સંકટ પર ભારતના વલણને ક્વાડ દેશોએ સ્વીકાર્યું

saveragujarat

Leave a Comment